pm cake

Danta PM Birthday: દાંતા તાલુકા મથકે ભાજપ ના કાર્યકર્તાઓ દ્વારા વડાપ્રધાન નરેન્દ્રમોદી નો આજે કેક કાપી ને તેમના જન્મદિવસ ની ઉજવણી કરાઈ હતી

અહેવાલ: ક્રિષ્ના ગુપ્તા
અંબાજી, ૧૭ સપ્ટેમ્બર:
Danta PM Birthday: ગુજરાત ના પનોતા પુત્ર અને ભારતદેશ ના વડાપ્રધાન નરેન્દ્રમોદી નો આજે 71 મોં જન્મદિવસ છે તેમની 20 વર્ષ ની વહીવટી કુશળતા ને લઈ આજ 17 સપ્ટેમ્બર ને દેશ ભર માં તેમની જન્મદિવસ ઉજવણી કરવામાં આવી રહી છે જેના ભાગ રૂપે દાંતા તાલુકા મથકે પણ આજે ભાજપ ના કાર્યકર્તાઓ દ્વારા કેક કાપી ને તેમના જન્મદિવસ ની ઉજવણી કરાઈ હતી જયારે દાંતા તાલુકા માં સરકાર ની વિવિધ યોજનાઓ નો સીધો લાભ લાભાર્થી ને મળે તેવા કાર્યક્ર્મ ને દીપ પ્રગટાવી ખુલ્લું મુકવામાં આવ્યું હતું

ખાસ કરીને આદિવાસી વિસ્તારો માં પર્યાવરણ નો રક્ષણ થાય સાથે મહિલાઓ રસોઈ રાંધતી વખતે ધુમાડા નો શિકાર ન બને તેને લઈ ભારતસરકાર ની ઉજવલા યોજન હેઠળ મહિલાઓ ને ગેસ ની સગડી સહીત ગેસ કનેકશન માટે ની કીટ નું નિઃશુલ્ક વિતરણ કરવામાં આવ્યું હતું

મુખ્યમંત્રી બાળ સેવા યોજના હેઠળ જે બાળકો એ પિતા ગુમાવ્યા છે તેવા બાળકો ને મહિને 4000 રૂપિયા આપવા ની યોજના નું પણ લાભ આપવામાં આવ્યું હતું તેમજ વહાલી દીકરી યોજના હેઠળ દીકરી 18 વર્ષ ની થાય ત્યારે તેને 1 લાખ રૂપિયા ઉપરાંત ની રકમ મળી રહે સાથે જેમને શોચાલય નથી તેવાને શોચાલય માટે ના હુકમ સાથે જે ગામ માં 100ટકા રસીકરણ ની કામગીરી થઇ છે તે ગામ ના સરપંચો ને પણ સન્માનિત કરવાના કાર્યક્રમ આજે વડાપ્રધાન નરેન્દ્રમોદી ના જન્મદિવસે આયોજિત કરીને જન્મદિવસ ને (Danta PM Birthday) સ્મરણીય દિવસ બનાવ્યો હતો

આ કાર્યક્રમ માં દાંતા તાલુકા ના મામલતદાર સહીત ઉચ્ચઅધિકારીઓ ને તાલુકા ભાજપા મંડળ ના પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા

આ પણ વાંચો…Narendra modi van: PM મોદીના ૭૧મા જ્ન્મદિને અમદાવાદ પૂર્વના લાલ બહાદુર શાસ્ત્રી તળાવમાં ૭૧ હજાર વૃક્ષારોપણ કરાવતા CM ભૂપેન્દ્ર પટેલ

Whatsapp Join Banner Guj