Narendra modi van

Narendra modi van: PM મોદીના ૭૧મા જ્ન્મદિને અમદાવાદ પૂર્વના લાલ બહાદુર શાસ્ત્રી તળાવમાં ૭૧ હજાર વૃક્ષારોપણ કરાવતા CM ભૂપેન્દ્ર પટેલ

Narendra modi van: રાજ્યના નગરો-મહાનગરોમાં વધુમાં વધુ વૃક્ષો વાવીને પર્યાવરણ જળવાય અને શુદ્ધ પ્રાણવાયુ મળે તે માટે ગ્રીન કવર વધારવાની નેમ વ્યક્ત કરતા મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ

અમદાવાદ, 17 સપ્ટેમ્બરઃ Narendra modi van: મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી(Narendra modi van) ના ૭૧માં જન્મદિવસે અમદાવાદના લાલ બહાદુર શાસ્ત્રી તળાવના નરેન્દ્ર મોદી વનમાં રેકોર્ડ બ્રેક ૭૧ હજાર વૃક્ષારોપણ કરીને પ્રકૃતિ પ્રેમનો સંદેશો આપ્યો હતો.

આ ૭૧ હજાર વૃક્ષો શહેરના ગ્રીન કવર વિસ્તાર વધારવામાં મદદરૂપ બનશે તેવું જણાવી મુખ્યમંત્રીએ રાજ્યના નગરો-મહાનગરોમાં વધુમાં વધુ વૃક્ષો વાવીને પર્યાવરણ જળવાય અને શુદ્ધ પ્રાણવાયુ મળે તે માટે ગ્રીન કવર વધારવાની નેમ વ્યક્ત કરી હતી. તેમણે કહ્યું કે ગુજરાતમાં મુખ્યમંત્રી તરીકે નરેન્દ્ર ભાઈ મોદી એ વન મહોત્સવ ને જન ભાગીદારી થી જન મહોત્સવ બનાવી રાશિ વન, નક્ષત્ર વન.જેવા ૨૧ વનો ના નિર્માણ રાજ્યમાં વિવિધ સ્થળોએ કર્યા છે.


ભૂપેન્દ્ર ભાઈ પટેલે એમ પણ ઉમેર્યું કે, ગુજરાતમાં આ વનીકરણ ને પરિણામે દોઢ બે દાયકામાં રાજ્યમાં વન બહાર ના વિસ્તારોમાં 58 ટકા ના વધારા સાથે 39.75 કરોડ વૃક્ષો ગુજરાત ધરાવતું થયું છે.

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા “mission million trees” અભિયાનને વેગવંતુ બનાવવા જે વૃક્ષારોપણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ પણ વાંચોઃ French forces kill isis leader: ફ્રાંસની સેનાએ ISISના પ્રમુખને ઠાર માર્યો, રાષ્ટ્રપતિ મૈક્રોંએ આપી જાણકારી

આ વૃક્ષારોપણ કાર્યક્રમમાં અમદાવાદ ના સાંસદ સર્વ હસમુખભાઈ પટેલ, કિરીટભાઈ સોલંકી, ધારાસભ્ય સર્વ પ્રદિપસિંહ જાડેજા, વલ્લભભાઈ કાકડીયા, અમદાવાદ શહેરના મેયર કિરીટભાઈ પરમાર, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન હિતેશભાઈ બારોટ, કોર્પોરેટર સર્વઓ, પક્ષના નેતા ભાસ્કરભાઈ ભટ્ટ, અમદાવાદ મ્યુનિસિપલ કમિશનર મુકેશકુમાર, મોટી સંખ્યામાં નગરજનો ઉપસ્થિત રહ્યા હતા.

Whatsapp Join Banner Guj