Daudi Bohra Samaj gongal

Daudi Bohra Samaj: ગોંડલ દાઉદી બોહરા સમાજ દ્વારા સમાજના વિવિધ સેવાકર્મીઓનું સન્માન કરવામાં આવ્યું

Daudi Bohra Samaj: ગોંડલ દાઉદી બોહરા સમાજ દ્વારા હિઝ હોલિનેસ સૈયદના આલી કદર મૌલા મુફદલ સૈફુદીન સાહેબ ની 78 મી મિલાદ મુબારક ની શાનદાર ઉજવણી કરવામાં આવી…સમાજના વિવિધ સેવાકર્મીઓનું સન્માન કરવામાં આવ્યું..


ગોંડલ, ૨૭ નવેમ્બર: Daudi Bohra Samaj: સમગ્ર વિશ્વ માં વસતા અને શાલીનતા,સરળતા,શાંતિપ્રિય અને સર્વ ધર્મ સન્માન ની ઉચ્ચ ભાવના જેવા સદ્દગુણો ધરાવતી દાઉદી વ્હોરા સમાજના સર્વોચ્ચ વડા હિઝ હોલિનેસ સૈયદના આલી કદર મૌલા મુફદલ સૈફુદીન સાહેબ ( ત.ઉ.સ. ) ની 78 મી મિલાદ મુબારક જન્મ દિવસ ની ભવ્ય ઉજવણી ગોંડલ ના દાઉદી બોહરા સમાજ અને અંજુમન-એ-હકિમી કમિટી ગોંડલ દ્વારા ગોંડલ ના વિશાલ ટાઉનહોલમાં કરવામાં આવતા ગોંડલ શહેર ના તમામ સમાજ ના શ્રેષ્ઠીઓ,સેવાકાર્યો કરતા આગેવાનઓ અને વિવિધ રાજકીય હોદેદારો ની વિશાળ હાજરીમાં ઉજવણી કરવામાં આવતા દાઉદી વ્હોરા સમાજના આંતરરાષ્ટ્રીય ધર્મગુરુ ના જન્મદિવસ ની ગોંડલ ટાઉનહોલ ખાતે દરેક ધર્મના વડાઓ દ્વારા પ્રતીકાત્મક ઉજવણી તાજેતરમાં દાઉદી વ્હોરા સમાજના આંતરરાષ્ટ્રીય ધર્મગુરુ ના જન્મદિવસ ની ટાઉનહોલ ગોંડલ ખાતે પ્રતીકાત્મક ઉજવણી થઈ જેમાં ગોંડલ શહેરની બધી જ સામાજિક સંસ્થાઓ તથા બધાજ ધર્મના વડાઓએ સાથે રહી કેક કટિંગ કરી સામાજિક સમરસતાનો પરિચય આપ્યો.

Daudi Bohra Samaj, Gondal

સામાજિક સમરસતા ના ઉત્કૃષ્ઠ ઉદાહરણ રૂપ આ કાર્યક્રમમાં સ્વામિનારાયણ મંદિરના આનંદ સ્વામીજી, વડવાળી જગ્યાના મહંત, સાંસદ ના પુત્ર પ્રતિનિધિ સાવનભાઈ ધડુક, શહેર ભાજપ પ્રમુખ ચંદુભાઈ દુધાત્રા, ઉપપ્રમુખ કિશોરભાઈ ધડુક, માર્કેટિંગ યાર્ડ ચેરમેન ગોપાલભાઈ શીંગાળા, વાઇસ ચેરમેન કનકસિંહ જાડેજા, નાગરિક બેંક ચેરમેન અશોકભાઈ પીપળીયા, વેપારી  મહામંડળ ના પ્રમુખ ગોપાલભાઈ ટોળીયા, નાગરિક બેંક ડિરેક્ટર યતીશભાઈ દેસાઈ, યુવા ભાજપ અગ્રણી ઓમદેવસિંહ જાડેજા, નગરપાલિકા દંડક રાજેન્દ્રસિંહ જાડેજા, નગરપાલિકા પૂર્વ સદસ્ય અનિલભાઈ માંધડ, ભાજપ જિલ્લા ઉપાધ્યક્ષ રીનાબેન ભોજાણી, ભાજપ જિલ્લા મહિલા ઉપાધ્યક્ષ મોનાબા પરમાર, ભાજપ જિલ્લા મહિલા મહામંત્રી અસ્મિતાબેન રાખોલિયા, યુવા મહામંત્રી જિગરભાઈ સાટોડીયા, શહેર મહિલા પ્રમુખ દક્ષાબેન દુધાત્રા, શહેર ભાજપ મહિલા મંત્રી રસિલાબેન રૈયાણી, ટિફિન સેવા વાળા ચંદુબાપુ, પ્રકૃતિપ્રેમી હિતેશભાઈ દવે, સીનીયર ધારાશાસ્ત્રી શિવલાલ ભંડેરી સાહેબ, સમાજ સેવક રમેશભાઈ ઝવેરી, ઉદ્યોગભારતી ના ચંદ્રકાન્તભાઈ પટેલ, વિશ્વ હિંદુ પરિષદ ના ધર્મેન્દ્રભાઈ રાજાણી, રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ ના ડો. નિર્મળસિંહ ઝાલા, અનિલભાઈ ગજેરા, રોટરી ક્લબના જીતેન્દ્રભાઈ માંડલીક, વરિષ્ઠ લોહાણા સમાજના વિનુભાઈ વસાણી, રામજી મંદિરના કિશોરભાઈ ઉનડકટ, વિદ્યાર્થી ભવનના જ્યોતીશભાઈ કોટક, પીજીવીસીએલ ના શિયારા સાહેબ, બલદાણીયા સાહેબ, ધડુક સાહેબ, હેલ્થ વિભાગ ના સૂર્યદીપસિંહ તથા ભગવત ભુમી ના તંત્રી પૃથ્વીસિંહ જાડેજા વિગેરેએ સાથે મળી કેક કાપી ને જન્મદિવસ ની પ્રતીકાત્મક ઉજવણી કરી.

આ પણ વાંચો…Gopalanand Swami: કુમકુમ મંદિર ખાતે શ્રી ગોપાળાનંદ સ્વામી નો 214 મો દીક્ષા દિન ઉજવાયો……

આ કાર્યક્રમમાં દાઉદી વ્હોરા સમાજ દ્વારા માર્કેટિંગ યાર્ડ, રામ હોસ્પિટલ, ગોપાલભાઈ ટોળીયા, ચંદુબાપુ, અનિલભાઈ માંધડ, પ્રકૃતિપ્રેમી હિતેશભાઈ દવે, ધારાશાસ્ત્રી ભંડેરી સાહેબ નું તેમની વિવિધ સામાજીક સેવાઓ બદલ શિલ્ડ આપી તેમજ શાલ ઓઢાડી સન્માન કરવામાં આવ્યું. કાર્યક્રમ ને અનુરૂપ આનંદ સ્વામી દ્વારા દાઉદી વ્હોરા સમાજના ધર્મગુરુ નું શાલ ઓઢાડી સન્માન કરવામાં આવ્યું. તેમજ માર્કેટિંગ યાર્ડ વાઇસ ચેરમેન કનકસિંહ બાપુ, રાજેન્દ્રસિંહ જાડેજા વિગેરેએ પ્રાસંગીક પ્રવચન આપ્યું.

સમગ્ર કાર્યક્રમનું દાઉદી વ્હોરા સમાજના ધાર્મિક પ્રતિનિધિ તરીકે હાજી શેખ કુરબાન હુસૈનભાઈ તથા મુલ્લા ફખરુભાઈ ની ઉપસ્થિતિમાં સફળ આયોજન થયેલ. કાર્યક્રમને અનુરૂપ અબ્બાસભાઈ વસઈવાળાએ પ્રાસંગીક પ્રવચન આપ્યું. દાઉદી વ્હોરા જમાત ગોંડલના પ્રમુખ મોઇઝભાઈ સાદીકોટ ની આગેવાની હેઠળ હુસૈની ગ્રુપના સભ્યોએ કાર્યક્રમને સફળ બનાવવા જહેમત ઉઠાવેલ.
કાર્યક્રમના અંતે જનમનગન અમરેલી હુસૈની સ્કાઉટ સંગાથે ગાન થયું. કાર્યક્રમનું સફળ સંચાલન આબેદીનભાઈ હીરાણી, પ્રકાશભાઈ ઠકરાર તથા નલિનભાઇ જડિયા એ કર્યું.

Whatsapp Join Banner Guj