Kumkum mandir gopalanand

Gopalanand Swami: કુમકુમ મંદિર ખાતે શ્રી ગોપાળાનંદ સ્વામી નો 214 મો દીક્ષા દિન ઉજવાયો……

Gopalanand Swami: તારીખ 27 નવેમ્બર ના રોજ શ્રી સ્વામિનારાયણ મંદિર – કુમકુમ – મણિનગર ખાતે શ્રી ગોપાળાનંદ સ્વામીના 214 માં દીક્ષા દિન પ્રસંગે મહંત સદગુરુ શાસ્ત્રી આનંદપ્રિયદાસજી સ્વામીએ પુષ્પોથી અભિષેક કર્યો હતો.

અમદાવાદ, ૨૭ નવેમ્બર: Gopalanand Swami: શ્રી ગોપાળાનંદ સ્વામી અંગે કુમકુમ મંદિરના સાધુ પ્રેમવત્સલદાસજીએ જણાવ્યું હતું કે, સદગુરુ શ્રી ગોપાળાનંદ સ્વામીએ જીવનપર્યંત સ્વામિનારાયણ સંપ્રદાયની ખૂબ જ સેવા કરી છે. ર૨ વર્ષ સુધી શ્રીજીમહારાજની સાથે રહી સેવા કરી છે અને રર વર્ષ સુધી શ્રીજીમહારાજ અંતર્ધાન થયા પછી સત્સંગને સાચવ્યો છે.અઢારમી સદીમાં જનસમાજની ઉર્ધ્વગતિ કરવામાં સહજાનંદ સ્વામીનું પ્રદાન મુખ્યત્વે રહ્યું છે.

Gopalanand Swami

તેમણે બનાવેલા ૩૦૦૦ જેટલા સંતોએ ટૂંકાગાળામાં ગુજરાતની ધરતી ઉપર ગામડે-ગામડે વિચરણ કરીને ધૂળમાં પોતાનું આખું આયખું ઘસી નાંખ્યું છે. આ સમગ્ર જહેમતમાં સહજાનંદ સ્વામી પછી સૌથી વધુ ફાળો તેમના સંતમંડળના ગોપાળાનંદ સ્વામીનો રહ્યો છે. અને એટલે જ શ્રી સ્વામિનારાયણ ભગવાને સર્વે સંતો – હરિભક્તો – આચાર્યો સર્વેના સર્વાધ્યક્ષ તરીકે શ્રી ગોપાળાનંદ સ્વામીને નિમ્યા હતા અને તે સર્વએ તેમની આજ્ઞામાં રહેવું એમ સૌને આજ્ઞા કરી હતી.આ ગોપાળાનંદ સ્વામીનું પ્રાગટ્ય સંવત્‌ ૧૮૩૭ ની મહા સુદ – આઠમ ને સોમવારના રોજ ટોરડા ગામે થયું હતું.

આ પણ વાંચો…International Flights: આ તારીખથી શરૂ થશે ઈન્ટરનેશનલ ફ્લાઈટ્સ, શું હશે નિયમ, જાણો સંપૂર્ણ વિગતો

યુવાનવયે તેમણે પોતાનું જીવન સમાજના ઉદ્ધારાર્થે શ્રી સ્વામિનારાયણ ભગવાનના ચરણોમાં સમર્પિત કરી દીધું. સંવત્‌ ૧૮૬૪ ના કાર્તિક માસની કૃષ્ણપક્ષની અષ્ટમીએ તેમને ગઢપુરમાં શ્રી સ્વામિનારાયણ ભગવાને દીક્ષા આપી ગોપાળાનંદ સ્વામી નામ ધારણ કરાવ્યું હતું.

Whatsapp Join Banner Guj