Canada cut Temporary Work Permit

Canada cut Temporary Work Permit:  કેનેડાના વીઝાની રાહ જોતા લોકો માટે મોટા સમાચાર, કેનેડાએ વસ્તી ઘટાડવા કર્યો આ નિર્ણય- વાંચો વિગત

Canada cut Temporary Work Permit: પહેલીવાર કેનેડાએ તેના હંગામી વિઝાધારકોની સંખ્યા ઘટાડવાનો નિર્ણય કર્યો

whatsapp banner

નવી દિલ્હી, 25 માર્ચઃ Canada cut Temporary Work Permit: થોડા વર્ષો પહેલા કેનેડાએ વિદેશના નાગિરકો માટે પોતાના દેશના દરવાજા ખોલી દીધા હતા. હવે સ્થિતિ એવી થઈ ગઈ છે કે, બહારના દેશોમાંથી મોટી સંખ્યામાં આવી ગયેલા નાગરિકોને કારણે હાલ કેનેડા અનેક સંકટનો સામનો કરી રહ્યું છે. કેનેડામાં વસતી વધતા કેટલીક સમસ્યાઓ વધી રહી છે.

હાલ કેનેડા વિવિધ સમસ્યાઓનું કારણ કરી રહ્યાં છે. આર્થિક વિકાસ ને શ્રમિકોની અછતને પહોંચી વળવા માટે જસ્ટિન ટ્રુડોની સરકાર ઈમિગ્રન્ટ્સનો સહારો લેતી હતી. આ કારણે હવે કેનેડા સરકાર સંકટમાં આવી ગઈ છે. કેનેડામાં હાલ મકાનની અછત તથા અન્ય જરૂરિયાતી સેવાઓમાં તકલીફોનો સામનો કરવો પડી રહ્યો છે. 

આ પણ વાંચોઃ Bollywood Stars Holi 2024: ફિલ્મી સિતારા હોળીના રંગે રંગાયા અને સોશિયલ મીડિયા પર પોસ્ટ પણ કર્યા પોતાના ફોટોઝ, જુઓ ફોટોઝ

ત્યારે પહેલીવાર કેનેડાએ તેના હંગામી વિઝાધારકોની સંખ્યા ઘટાડવાનો નિર્ણય કર્યો છે. કેનેડામાં 2023માં કુલ વસ્તીમાં હંગામી વિઝાધારકોની વસતીનું પ્રમાણ 6.5% છે. કેનેડામાં 2023માં 25 લાખ હંગામી વિઝાધારકો વસી રહ્યા છે. હાલ દેશ આવાસ સુવિધાની અછતનો સામનો કરી રહ્યું છે. ત્યારે કેનેડામાં વસતી પણ કુદકેને ભૂસકે વધી રહી છે. આ કારણે શિક્ષણ, આરોગ્ય જેવી સુવિધાઓને મોટી અસર પડી રહે છે. આ કારણે હવે કેનેડાએ હંગામી વિઝાધારકો પર કાપ મૂકવાનો નિર્ણય કર્યો છે. 

કેનેડાની સરકારે હંગામી વિઝા ધારકોને સંખ્યા આગામી ત્રણ વર્ષમાં ઘટાડીને 5 ટકા કરવાનો નિર્ણય કર્યો છે. કેનેડા સરકારના આ નિર્ણયથી ભારતીયોને મોટો ફટકો પડશે. ભારતીયોના કેનેડામાં જઈને ડોલર કમાવવાનું સપનું ચકનાચૂર થઈ શકે છે. 

આ પણ વાંચોઃ IPL 2024 Final Match Date: IPL ફાઇનલ મેચની તારીખ જાહેર, જાણો ક્યારે મેચ રમાશે- વાંચો વિગત

દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો