Voter e1669867542474

રાજ્યમાં 6 મહાનગરપાલિકાની ચૂંટણી(Election)નું મતદાન સંપન્ન, સરેરાશ 45.64 ટકા મતદાન

Election

ગાંધીનગર, 22 ફેબ્રુઆરીઃ રાજ્યમાં 6 મહાનગરપાલિકાની ચૂંટણી(Election)નું મતદાન શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થયું છે. જેમાં સરેરાશ 45.64 ટકા મતદાન થયું છે. જે 2015ની ચૂંટણીની સરખામણીમાં  માત્ર 0.17 ટકા ઓછુ છે. સૌથી વધુ જામનગરમાં 53.64  ટકા મતદાન નોંધાયુ છે. જ્યારે સૌથી ઓછું અમદાવાદમાં 42.51  ટકા જેટલું મતદાન થયું છે. ભાવનગરમાં 49.47 ટકા…રાજકોટમાં 50.75 ટકા…વડોદરામાં 47.99 ટકા…જ્યારે સુરતમાં 45.51 ટકા જેટલું મતદાન થયું છે.

Whatsapp Join Banner Guj

ઉલ્લેખનીય છે કે, 2015માં આ 6 મહાનગરોનું સરેરાશ 45.81 ટકા મતદાન થયું હતુ.  અમદાવાદમાં 46.51 ટકા, વડોદરામાં 48.71 ટકા, સુરતમાં 39.93 ટકા, ભાવનગરમાં 47.49 ટકા અને જામનગરમાં સૌથી વધુ 56.77 ટકા મતદાન થયું હતુ. એટલે કે 2015ની ચૂંટણીની સરખામણીમાં આ વખતે સરેરાશ મતદાન 0.17 ટકા ઓછું નોંધાયું. અમદાવાદમાં 2015ની ચૂંટણી કરતાં આ વખતે 4 ટકા જેટલું ઓછું મતદાન નોંધાયું.. વડોદરામાં 0.72 ટકા.. રાજકોટમાં  0.35 ટકા વધુ ભાવનગરમાં 1.98 ટકા વધુ મતદાન… જામનગરમાં 3.13  ટકા મતદાન ઓછું નોંધાયું.. જ્યારે સુરતમાં મતદાનમાં વધારો જોવા મળ્યો.. સુરતમાં 2015ની સરખામણીમાં આ વખતે 5.58 ટકા મતદાન વધુ થયું હતું.

આ પણ વાંચો….

Election: મતદાન કરવા પહોંચી અભિનેત્રી આરોહી પટેલ, તારક મહેતા ફેમ સુંદરે પણ લોકોને વોટ આપવાની કરી અપીલ