Fake medicine

Fake Doctor Arrest: વિરમગામના ઉખલોડ ગામેથી ઝડપાયો બોગસ તબીબ

Fake Doctor Arrest: ડીગ્રી વગર એલોપેથીક તબીબીની પ્રેક્ટીસ કરતો હોવાની SOG શાખાને મળી હતી બાતમી

અમદાવાદ, ૧૪ અગસ્ત: Fake Doctor Arrest: અમદાવાદ જિલ્લાના વિરમગામના ઉખલોડ ગામેથી ડિગ્રી વગર જ પ્રેક્ટીસ કરતો બોગસ તબીબ ઝડપાયો છે. અમદાવાદ ગ્રામ્ય SOG શાખાએ બાતમીને આધારે રેડ પાડી ડીગ્રી વગર ગેરકાયદે દવાખાનું ચલાવતા બોગસ તબીબને ઝડપી લીધો હતો. છેલ્લા કેટલાય સમયથી ગ્રામ્ય વિસ્તારના લોકોને તબીબ તરીકે ઓળખ આપી પ્રેક્ટીસ કરી રહ્યો હતો.

આ મામલે SOG શાખાએ મુદ્દામાલ સાથે બોગસ તબીબને ઝડપી વધુ તપાસ હાથ ધરી છે. ઉખલોડ ગામે ગણેશ ઉર્ફે પીન્ટુ ઠાકોર દુકાન ભાડે રાખી ગેરકાયદેસર દવાખાનું ખોલી ડીગ્રી વગર એલોપેથીક તબીબીની પ્રેક્ટીસ કરતો હોવાની SOG શાખાને બાતમી મળી હતી.

આ પણ વાંચો: District Collector honoring the freedom fighters: અમદાવાદ જિલ્લા વહિવટી તંત્રની નવતર પહેલ સ્વાતંત્ર્ય સેનાનીઓના ઘરે જઈને સન્માન કરતા અમદાવાદ જીલ્લા કલેકટર સંદિપ સાગલે

જેના આધારે SOG શાખાના પીઆઇ ડી.એન.પટેલની માર્ગદર્શન હેઠળ બાતમીવાળી જગ્યાએ રેડ કરતા લોકોના આરોગ્ય સાથે ચેડા કરતા પીન્ટુ ઠાકોરને ઝડપી લીધો છે. આરોપીના દવાખાનામાંથી એલોપેથીક દવાઓ અને મેડિકલ સાધનો સહિત કુલ રૂ. 6,578 નો મુદ્દામાલ જપ્ત કરાયો છે. હાલ આ મામલે SOG શાખાએ બોગસ તબીબી સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

દેશ-દુનિયા ની ખબરો પોતાના મોબાઇલ માં વાંચવા માટે અહીં ક્લિક કરો