Fake passport visa

Fake passport visa: નકલી પાસપોર્ટ-વિઝા સાથે કેનેડા જતા ગુજરાતી પરિવારની દિલ્હીના એરપોર્ટ ઉપર સીઆઇએસએફના જવાનોએ ધરપકડ કરી

Fake passport visa: પુરૂષ તેની પત્ની અને તેની દીકરીને નકલી પાસપોર્ટ અને નકલી વિઝા સાથે કેનેડા જવાનો પ્રયાસ કરવા બદલ દિલ્હીના એરપોર્ટ ઉપરથી ઝડપી લેવાયા

અમદાવાદ, 24 સપ્ટેમ્બરઃ Fake passport visa: ગુજરાતના એક પુરૂષ તેની પત્ની અને તેની દીકરીને નકલી પાસપોર્ટ અને નકલી વિઝા સાથે કેનેડા જવાનો પ્રયાસ કરવા બદલ દિલ્હીના એરપોર્ટ ઉપરથી ઝડપી લેવાયા હતા. આ આખો પરિવાર મહેસાણાનો હતો એમ દિલ્હી એરપોર્ટના  એક ઉચ્ચ સસરકારી અધિકારીએ ગુરૂવારે કહ્યું હતું.

મહેસાણાનો આ પરિવાર બુધવારે રાત્રે જ્યારે દિલ્હીના ઇંદિરા ગાંધી ઇન્ટરનેશનલ એરપોર્ટના ટર્મિનલ-3માં પ્રવેશ્યો ત્યારે ત્યાં હાજર સેન્ટ્રલ ઇન્ડસ્ટ્રિયલ સિક્યુરિટિ  ફોર્સ (સીઆઇએસએફ)ના જવાનોને જોઇને થોડો ડરી ગયો હતો તેથી તેઓના ચહેરા ઉપર એક પ્રકારની ગભરામણ અને ડર જોઇ શકાતો હતો, જેથી તેઓનું વર્તન પણ થોડું શંકાસ્પદ થઇ ગયું હતું તેથી સઆઇએસએફના જવાનોએ તેઓને ઝડપી લીધા હતા.

આ પણ વાંચોઃ Asia first hybrid flying car: ભારતે એશિયાની પ્રથમ હાઇબ્રિડ ફ્લાઇંગ કાર તૈયાર કરી, વાંચો શું ખાસિયત

Advertisement

આ પરિવાર દિલ્હીથી અમેરિકાના સાંતા ક્રૂઝ  અને ત્યાંથી જર્મનીના ફ્રેંન્કફર્ટ અને ફ્રેમ્કફર્ટથી બ્રાઝિલના સાઓ-પાઉલો થઇને કેનેડા જવાના હતા.  એરપોર્ટ ઉપર હાજર અધિકારીઓએ તેોના પાસપોર્ટ અને વિઝાની બારીકાઇથી ચકાસણી કરી તો તેમાં અનેક પ્રકારની વિસંગતા જણાઇ હતી.

તે ઉપરાંત કેનેડાની દિલ્હી સ્થિત એમ્બેસી કચેરીએ પણ કહ્યું હતું કે આ પરિવારના પાસપોર્ટ ઉપર જે વિઝા હતા તે તદ્દન નકલી હતા એમ સીઆઇએસએફના એક અધિકારીએ કહ્યું હતું.  આ પરિવારની વધુ પૂછપરછ અને તપાસ હેતુ તેઓને એરપોર્ટ સ્થિત ફોરેનર્સ રિજિયોનલ રજિસ્ટ્રેશન ઓફિસના અધિકારીઓને સોંપી દેવાયા હતા.

Whatsapp Join Banner Guj

Advertisement