pd

જુઓ, Film Gangubai kathiyawadi ટીઝરઃ ‘મૈં ગંગૂબાઇ.. કુંવારી આપને છોડા નહી, શ્રીમતિ કિસીને બનાયા નહીં..

Film Gangubai kathiyawadi

બોલિવુડ ડેસ્ક, 25 ફેબ્રુઆરીઃ ફિલ્મ ગંગૂબાઈ કાઠિયાવાડી(Film Gangubai kathiyawadi)નું ટીઝર રિલીઝ થઈ ગયું છે. ટીઝરમાં આલિયા ભટ્ટનો દમદાર અવતાર જોવા મળ્યો છે. આ ફિલ્મમાં આલિયા ખૂબજ અલગ અંદાજમાં આવનારી છે. ફિલ્મ માટે આલિયાએ પોતાના હાવ ભાવ અને ટોન ઉપર ખૂબજ મહેનત કરવી પડી છે. 

1 મિનિટ 31 સેકન્ડના આ ટીઝર વિડિયોમાં આલિયા ભટ્ટ સંપૂર્ણ રીતે છવાઈ ગઈ છે. ટ્રેલરની શરૂઆતમાં વોઈસ ઓવરથી થાય છે. એમાં કહેવાય છે કે કમાઠીપુરામાં ક્યારેય અમાવસની રાત નથી હોતી કારણ કે ક્યાં ગંગુ રહે છે. ટીઝરમાં આલિયા ભટ્ટની એન્ટ્રી પણ જબરદસ્ત દેખાઈ ગઈ છે. તે કહે છે કે ગંગૂ ચાંદ હતી અને ચાંદ રહેશે. ફિલ્મ આલિયાના જેસ્ચર પણ ખૂબજ અપિલિંગ છે. ગંગુબાઈના રોલ માટે જે હિંમત તાકાત, ગુસ્સો અને નિડરતા જોઈએ તે આલિયામાં કિરદારમાં સ્પષ્ટ નજર આવે છે.

Whatsapp Join Banner Guj

ટીઝરમાં આલિયાએ એકથીવધીને એક ડાયલોગ બોલી છે. ઈજ્જતથી જીવવા માટે કોઈનાથી ડરવાનું નહીં. ન પોલીસથી ન એમએલએથી ન મંત્રીથી, કોઈના બાપથી નહીં ડરવાનું. જમીન પર બૈઠી બહુત અચ્છી લગરહી હૈ, તું આદત ડાલ દે…કુંવારી આપને છોડા નહીં, શ્રીમતી કિસીને બનાયા નહીં. જેવા ડાયલોગ બોલ્યા તે ખૂબજ દમદાર છે. આલિયા ખૂબજ એક્સ્પ્રેસિવ નજર આવી છે.

ઉલ્લેખનીય છે કે, ફિલ્મ ગંગુબાઇ કાઠીયાવાળી 30 જુલાઇ, 2021ના રોજ સિનેમાઘરોમાં રિલિઝ થશે. ટીઝર પરથી જણાઇ રહ્યું છે કે આ ફિલ્મ આલિયાના કરિયર માટે મહત્વની સાબિત થશે.

આ પણ વાંચો…

કોંગ્રેસના સમર્થનમાં વિરમગામ તાલુકાના નળકાંઠા વિસ્તારમાં ૪૮ ગામમાં પ્રચાર કરવા હાર્દિક પટેલે(Hardik patel) રેલીનું કર્યુ આયોજન