PSI Rabdia

જામનગરના કાલાવડ તાલુકાના પી.એસ.આઈ ક્યાં કારણોસર થયા સસ્પેન્ડ જાણો…

હોદા નો દુરુપયોગ કરી કબઝે લેવાયેલી મુદામાલ ની કારનો અંગત કામ માટે કર્યો ઉપયોગ

અહેવાલ: જગત રાવલ, જામનગર

જામનગર, ૧૭ સપ્ટેમ્બર:સતાના મદમાં રાચતા અધિકારીઓ પોતાના હોદાનો દુરુપયોગ કેવો અને કેવી રીતે કરે છે, તેનું એક ઉદાહરણ જામનગર પોલીસ વિભાગમાં સામે આવ્યું છે. અહી વાત જીલ્લાના કાલાવડ તાલુકાની થઇ રહી છે, જ્યાં કાલાવડ ગ્રામ્ય પોલીસ મથકમાં ફરજ બજાવતા પી.એસ.આઈ.રાદડિયાએ દારૂના મુદ્દામાલમાં કબજે કરવામાં આવેલ કારનો પોતે અંગત ઉપયોગ કરી રહ્યાનું સામે આવ્યું છે, અને આ ઘટનાના વિડીયો વાઈરલ થતા જામનગર જ નહિ પરંતુ રાજ્યના પોલીસબેડામાં ચકચાર જાગી છે, કાલાવડ પોલીસ સ્ટેશન prohi ગુ.રજી.નંબર 380/2020 ના તા : 6/08/2020 ના રોજ ઇંગ્લિશ દારૂના જથ્થા સાથે મારુતિ અરટીગા જેના RTO રજીસ્ટ્રેશન નંબર Gj-03-LG-8413 વાળી કાલાવડ ગ્રામ્ય પોલીસ દ્વારા કબજે કરવામાં આવેલ..

જે ગુન્હાના આરોપીઓને ડિસ્ટ્રિક્ટ કોર્ટની શરતોને આધીન માસમાં પેહલી તેમજ પંદરમી તારીખે હાજરી કાલાવડ પોલીસ સ્ટેશનમાં પુરાવાની હોઈ છે, એવામાં ગત માસ આરોપી હાજરી પુરાવા જતા ત્યાં મુદ્દામાલમાં કબજે કરવામાં આવેલ ગાડી તેને જોવા મળી નહોતી…જે બાબતે પોલીસ દ્વારા ઉડાવ જવાબ આપી આરોપીઓને ભગાડી દીધેલ ત્યાર બાદ આરોપી અને તેના વકીલ જામનગર કામ સબબ આવતા હોઈ તો મુદ્દામાલની મોંઘીદાટ કાર તેમને કાલાવડ પાસે જોવા મળેલી, જેથી તુરંત જ મુદામાલમાં કબજે કરવામાં આવેલ ગાડી રોકી તેમાં બેઠેલી વ્યક્તિને પૂછપરછ કરતા પુરાવારૂપે વિડીયો પણ બનાવેલ જેમાં જાણવા મળ્યુ કે કારમાં સવાર અન્ય કોઈ નહી.

પરંતુ કાલાવડ ગ્રામ્ય પોલીસ મથકના પી.એસ.આઈ. રાદડિયાના પત્ની અને તેના બાળકો હતા, તે ગાડીમાં ડ્રાઈવર સાથે તેના કામ સબબ જતા હોઈ, તેના દ્વારા વપરાશ થતી ગાડી મુદ્દામાલ હોઈ તેનો વ્યક્તિગત ઉપયોગ ન કરી શકાય છતાં પણ પી.એસ.આઈ.એ પોતાના હોદાનો દુરુપયોગ કરી અને મુદ્દામાલમાં જપ્ત કરેલ કારણો વ્યકિગત ઉપયોગ કર્યાની બાબત ખુબ જ ગંભીર છે અને આ ઘટનાનો વિડીયો સોશ્યલ મીડિયામાં વાઈરલ થતા પોલીસની આબરૂ ધુણધાણી થઇ રહી છે. અને આ રીતે અંગત ઉપયોગમાં લેવામાં મુદ્દામાલ ની કાર અંગે પી.એસ.આઈ ને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.

loading…