a340e503 ac3b 41b2 822e 83f808dbf014

હે પ્રભુ આવી પરીક્ષા ના કરઃ ભરુચની હોસ્પિટલના કોવિડ વોર્ડમાં લાગી ભીષણ આગ(fire in covid ward), મૃતકોની ઓળખ કરવી પણ મુશ્કેલ- વાંચો આ દુર્ઘટના પર સીએમ સંવેદના વ્યક્ત કરી

ભરુચ, 01 મેઃ રોજ સવારે કંઇક નવી જ દુઃખી ખબર જાણવા મળે છે. ભરૂચની પટેલ વેલ્ફેર હોસ્પિટલના કોવિડ વોર્ડ(FIRE IN COVID WARD)માં ભીષણ આગ લાગી. જેમાં 16 દર્દીઓ સહિત કુલ 18 લોકોના મોત નિપજ્યાં છે. સમગ્ર વિસ્તારમાં અફરાતફરીનો માહોલ છે. આ ઘટનામાં 16 દર્દી અને 2 સ્ટાફ કર્મી સહિત 18 લોકોના મૃત્યુ થયા હોવાના એહવાલ સાંપડ્યા છે. પરંતુ આ આગ એટલી વિકરાળ હતી કે, આઈસીયુમાં દાખલ તમામ દર્દી અને 2 સ્ટાફના મૃતદેહ આખેઆખા ભડથુ થઈ ગયા છે. તેમની ઓળખ પણ મુશ્કેલ બની રહી છે. તો બીજી તરફ, આખુ કોવિડ સેન્ટર બળીને ખાખ થઈ ગયું છે. તેના દ્રશ્યો બતાવે છે કે આ આગે કેટલો વિનાશ નોતર્યો છે.

મીડિયા રિપોર્ટ મુજબ આ આગ મોડી રાતે 12.45 વાગ્યાની આસપાસ ભરૂચની પટેલ વેલ્ફેલ હોસ્પિટલના કોવિડ વોર્ડમાં લાગી હતી. ફાયર વિભાગના જણાવ્યાં મુજબ હાલ આ આગ ખુબ જદ્દોજહેમત બાદ કાબૂમાં લેવાઈ છે. આગ લાગી ત્યારે હોસ્પિટલમાં 58 જેટલા દર્દીઓ સારવાર લઈ રહ્યા હતા, તો હોસ્પિટલના આઈસીયુ વોર્ડમાં 27 જેટલા દર્દીઓ હતા. આ ઘટનામાં 16 દર્દીઓ અને 2 સ્ટાફ સભ્યો સહિત 18 લોકોના મૃત્યુ થયા છે. જો કે મૃત્યુઆંક વધવાની શક્યતા છે. આગનો ભોગ બનેલી હોસ્પિટલના દર્દીઓને ભરૂચની સિવિલ હોસ્પિટલ, સેવાશ્રમ હોસ્પિટલ, જંબુસર અલ મહેમૂદ સહિત ભરૂચની ખાનગી હોસ્પિટલોમાં શિફ્ટ કરાઈ રહ્યા છે.

fire in covid ward

આગ લાગતા જ સ્થાનિક લોકો મદદ માટે દોડી આવ્યા હતા. સ્થાનિકોએ હોસ્પિટલના કાચ તોડીને દર્દીઓને બહાર કાઢવાની કામગીરી કરી હતી. હોસ્પિટલના કોવિડ વોર્ડમાં આગ શોર્ટ સર્કિટના કારણે લાગી હોવાનુ પ્રાથમિક તારણ જાણવા મળી રહ્યું છે. હોસ્પિટલાના કોવિડ વોર્ડમાં અચાનક આગ લાગતા ભારે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આ સમાચાર જાણીને ભરૂચના 5થી 6 હજાર લોકો હોસ્પિટલ બહાર દોડી આવ્યાં હતા.

ADVT Dental Titanium

તરફ હોસ્પિટલમાં દાખલ દર્દીઓના સ્વજનો તેમને બચાવવા માટે ધમપછાડા કરી રહ્યાં હતા. પોતાના સ્વજનની સ્થિતિ શું છે તે જાણવા લોકો દોડી આવ્યા હતા. તો બીજી તરફ, મૃતક દર્દીઓના સ્વજનનો આઘાતમાં સરી પડ્યા હતા. આગને પગલે ફાયર વિભાગની ગાડીઓ ઘટનાસ્થળે દોડી આવી હતી. સાથે જ 40 થી વધુ એમ્બ્યુલન્સનો કાફલો દર્દીઓની સારવાર માટે દોડાવવામાં આવ્યો હતો. તાત્કાલિક દર્દીઓને એમ્બ્યુલન્સ દ્વારા બીજી હોસ્પિટલમાં ખસેડવાની કામગીરી કરાઈ હતી. આ આગને પગલે ભરૂચ કલેક્ટર દ્વારા કમિટીની રચના કરવામાં આવી છે. જેમાં તાત્કાલિક આગનો રિપોર્ટ તૈયાર કરવાની સૂચના આપી દેવાઈ છે. પુરાવાના આધારે રિપોર્ટ તૈયાર કરવામાં આવશે. સાથે જ કલેક્ટરે કહ્યું કે, આ ઘટનામાં જવાબદાર લોકો સામે કડકમાં કડક પગલા લેવાશે

ભરુચની હોસ્પિટલમાં આગ લાગવા પર રાજ્યના મુખ્યમંત્રી વિજય રુપાણીએ દુઃખ વ્યક્ત કર્યુ છે. તે સાથે મૃતકોના પરિવારને સંવેદના આપી અને મૃતકના વારસને 4 લાખ આપવાની જાહેરાત કરી છે.

આ પણ વાંચો…..

‘shooter dadi’ તરીકે જાણીતા ચંદ્રો તોમરનું નિધન, થોડા દિવસ પહેલા થયા હતા સંક્રમિત- એક્ટ્રેસ ભૂમિએ શેર કર્યા દાદી સાથેના ફોટોઝ