firework

Fireworks license: દાંતા સબ ડીવીઝનલ વિસ્તારમાં દિવાળીના તહેવાર નિમિત્તે ફટાકડાનો હંગામી પરવાનો મેળવવા અંગે

Fireworks license: હંગામી ફટાકડા પરવાનાની ફી પેટે રૂ. ૬૦૦/- તથા હંગામી ફટાકડા પરવાના મંજુર થયેથી લાયન્સ ફી રૂ. ૩૦૦/- ’’૦૦૭૦’’ ઓ.એ.એસ. સદરે જમા કરાવી અસલ ચલણ રજુ કરવાનું રહેશે.

અહેવાલ: ક્રિષ્ના ગુપ્તા
અંબાજી, ૨૪ ઓગસ્ટ
: Fireworks license: સબ ડીવીઝનલ મેજીસ્ટ્રેટ દાંતા ધ્વારા જણાવ્યા પ્રમાણે દર વર્ષની જેમ ચાલુ વર્ષે દિવાળીના તહેવાર નિમિત્તે દાંતા સબ ડીવીઝનલ વિસ્તાર માં હંગામી ફટાકડા પરવાનો મેળવવા ઇચ્છતા અરજદારોએ કચેરી કામકાજના સમય દરમ્યાન (જાહેર રજાના દિવસો સિવાય) નિયત નમુના નું અરજી ફોર્મ મેળવી નીચેની વિગતો સાથે આ કચેરીના સરનામે મોડામાં મોડા તા.૨૩-૦૯-૨૦૨૧ સુધીમાં મળી જાય તે રીતે ટપાલથી અથવા રૂબરૂમાં મોકલી આપવા જણાવવામાં આવે છે.

નિયત નમૂનાનું અરજી ફોર્મ પુરતી વિગતો સાથે ભરીને ચાર નકલમાં રજુ કરવાનું રહેશે. હંગામી ફટાકડા પરવાનાની ફી પેટે રૂ. ૬૦૦/- તથા હંગામી ફટાકડા પરવાના મંજુર થયેથી લાયન્સ ફી રૂ. ૩૦૦/- ’’૦૦૭૦’’ ઓ.એ.એસ. સદરે જમા કરાવી અસલ ચલણ રજુ કરવાનું રહેશે. જગ્યા ની માલિકીના આધાર ચાર નકલમાં રજુ કરવાના રહેશે.

Whatsapp Vaccine Booking: કોરોના રસીકરણ થયું એકદમ સરળ, હવે વોટ્સએપના માધ્યમથી પણ બુક થઈ શકશે વેક્સીનનો સ્લોટ, જાણો સમગ્ર પ્રક્રિયા

માંગણી વાળી જગ્યાટનો બ્યુજમા પ્રિન્ટવ નકશો પ્લાકન ચાર નકલમાં રજુ કરવાનો રહેશે. જેમાં દુકાનનું ક્ષેત્રફળ (ચો.મી.), સ્ટોરેજ કેપેસીટી, એપ્રોચ રોડ, ચારેબાજુની સ્થિતી, વીજળીનુંઇ ફીટીંગ વિગેરેની વિગતો ચાર નકલમાં રજુ કરવાની રહેશે. જો જગ્યા ભાડાની માલિકીની હોય તો ભાડા ચીઠ્ઠી ચાર નકલમાં રજુ કરવાની રહેશે. અરજદારના અરજી ફોર્મની પ્રથમ નકલ પર કોર્ટ સ્ટેમ્પ ફી તથા અરજદારનો તાજેતરનો પાસપોર્ટ ફોટો ચોંટાડવાનો રહેશે.

હંગામી ફટાકડા પરવાનો મંજુર (Fireworks license) થાય તો રજી.પો.એ.ડી.થી મોકલી આપવામાં આવશે અથવા કોઇ કારણસર રજી.એ.ડી. શકય ન બને તો અરજદારએ તા.૨૯/૧૦/૨૦૨૧ સુધી જાતે જ મેળવી લેવાનો રહેશે. ગુજરાત ફાયર પ્રીવેન્શન એન્ડ લાઇફ સેફ્ટી એક્ટ-૨૦૧૩ અન્વયે અરજદાર ફાયર સેફ્ટી બાબતે રાખવાની જોગવાઇઓ તથા જરૂરી ફાયર સેફ્ટી એન.ઓ.સી. સંબંધિત તંત્ર પાસેથી મેળવી રજૂ કરવું જોઇશે. નિયત સમયમર્યાદા બહાર મળેલ તથા અધુરી વિગતવાળી અરજી ઉપર કોઇ જ કાર્યવાહી કરવામાં આવશે નહીં તેમજ પરવાનો મેળવવા હકદાર ગણાશે નહીં.

Whatsapp Join Banner Guj