WR edited

અમદાવાદ મંડળ ના પાંચ કર્મચારીઓને રેલ સેફટી માં ઉત્કૃષ્ટ કાર્ય કરવા બદલ મળ્યો જીએમ એવોર્ડ

WR edited

 અમદાવાદ,૩૦ ઓક્ટોબર: પશ્ચિમ રેલવે ના અમદાવાદ મંડળ ના પાંચ કર્મચારીઓને રેલ સેફટી માં ઉત્કૃષ્ટ કાર્ય કરવા બદલ મહાપ્રબંધક શ્રી આલોક કંસલ દ્વારા “મેન ઓફ ઘ મંથ” પુરસ્કાર આપીને સમ્માનિત કરવામાં આવ્યા.   

whatsapp banner 1

મંડળ રેલ પ્રબંધક શ્રી દીપક કુમાર ઝા ના જણાવ્યા મુજબ વર્તમાન પરિસ્થિતિ ને ધ્યાન માં રાખીને પુરસ્કાર સમારોહ વેબીનાર ના માધ્યમ થી આયોજિત કરવામાં આવ્યો.સપ્ટેમ્બર 2020 ના મહિના માં રેલ સેફટી ક્ષેત્ર માં ઉલ્લેખનીય કાર્ય કરવા માટે આ કર્મચારીઓને જીએમ એવોર્ડ આપવામાં આવ્યો.   

ડીઆરએમ શ્રી ઝા દ્વારા મંડળ કાર્યાલય માં આ કર્મચારીઓ ને મેડલ તથા પ્રમાણપત્ર આપવામાં આવ્યું.પુરસ્કાર પ્રાપ્ત કરવાવાળા કર્મચારીઓ માં શામેલ છે :

  1. શ્રી મુરારી લાલ સાદ ફિટર સાબરમતી,
  2. શ્રી રામચંદ્ર આર લોકો પાયલોટ
  3. શ્રી તુલસી નાથ લોકો શંટર
  4. શ્રી અશોક મિણા આસિસ્ટન્ટ,સિગ્નલ અને ટેલિકોમ એન્જીનીયર, અમદાવાદ
  5. શ્રી એચ એફ પટેલ સ્ટેશન અધિક્ષક આંબલી રોડ.

આ બધાં કર્મીઓને સતર્કતા અને સજગતા થી કાર્ય કરતા સંભવિત હાદસાઓને રોકવા માટે મહ્ત્વ પૂર્ણ ભુમિકા અદા કરી.જેમાં પેંટો નું ક્ષતિગ્રસ્ત થતા તરત સુચના, ELB માં મટીરીયલ ક્રેક થયાને તુરંત સબંધિત સુપરવાઈઝર ને સૂચિત કરવા જેવી ઘટનાઓ સામેલ છે.આ અવસર પર મંડળ રેલ પ્રબંધક શ્રી દિપક કુમાર ઝા ની સાથે વરિષ્ઠ મંડળ સંરક્ષા અધિકારી શ્રી એ વી પુરોહિત, તથા સહાયક મંડળ રેલ સંરક્ષા અધિકારી શ્રી ગૌરવ સારસ્વત પણ ઉપસ્થિત હતા.

આ પણ વાંચો: સરદાર પટેલ જન્મજયંતિ પૂર્વ દિવસે કેવડીયાના સંકલિત વિકાસ માટેના વિવિધ પ્રોજેકટસના કર્યા લોકાર્પણ