football team Jamnagar

જામનગરમાં ફૂટબોલ ફિઅર, ટૂર્નામેન્ટ માં ભાગ લઈ રહી છે 11 ટિમો…

નેશનલ કક્ષાની સ્પર્ધામાં જામનગરના ખેલાડી પોહચે તે માટે કરાયું આયોજન

અહેવાલ: જગત રાવલ, જામનગર
જામનગર, ૦૨ જાન્યુઆરી:
જામનગર એ ક્રિકેટ ની રમત માં નેશનલ લેવલે અનેક પ્લેયર આપ્યા છે ત્યારે હવે ફૂટબોલ ની રમત માં પણ નેશનલ લેવલે જામનગર ના ફૂટબોલ પ્લેયર પહોંચે તેવા હેતુથી જામનગર માં ફૂટબોલ ટુર્નામેન્ટ નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં જામનગર ની 11 ટીમો દ્વારા ભાગ લેવામાં આવ્યો હતો

whatsapp banner 1

    ક્રિકેટ ના કાશીથી ઓળખાતા જામનગર એ ક્રિકેટ ની રમત માં અનેક નેશનલ લેવલ ના ક્રિકેટરો આપ્યા છે ત્યારે હવે જામનગર ફૂટબોલ ની રમત માં પણ અગ્રેસર થયું છે ત્યારે હવે જામનગર ની ન્યુ ચેલેન્જર્સ ફૂટબોલ ક્લબ દ્વારા જામનગર માં ફૂટબોલ ટુર્નામેંટ નું આયોજન કરવામાં આવ્યું હતું આ ટુર્નામેન્ટ માં જામનગર ની 11 ટિમ દ્વારા શાનદાર પરફોમન્સ આપવામાં આવ્યું હતું

નેશનલ લેવલે જામનગર ની ફૂટબોલ ની ટિમ ડેવલોપ થાય અને ફૂટબોલ ની રમત માં જમનાર પણ આગળ આવે તેમજ નેશનલ લેવલની ફૂટબોલ રમત સુધી જામનગર ના પ્લેયર પહોંચે તેવા હેતુથી આ ટુર્નામેન્ટ નું આયોજન કરવામાં આવ્યું હતું આ ટુર્નામેન્ટ માં ન્યુ ચેલેન્જર્સ ફૂટબોલ કલબ દ્વારા ટુર્નામેન્ટ માં ચેંપયન ને 5000 નું રોકડ ઈનામ અને રનર્સઅપ ને 2500 ની રોકડ ઈનામ આપવામાં આવ્યું હતું

આ પણ વાંચો….

કોરોનાની વેકસીન રાજયના નાગરિકોને આપવા માટે શકય હશે ત્યા સુધી સંપૂર્ણ ખર્ચ રાજય સરકાર ભોગવશે: નીતિનભાઈ પટેલ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *