કોરોનાના UK સ્ટ્રેનની એન્ટ્રી અમદાવાદમાં 4 દર્દીઓને SVP હોસ્પિટલમાં સારવાર અપાઈ રહી છે

screenshot 20200512 1400036199564462359633663

અમદાવાદ, ૦૨ જાન્યુઆરી: યુકેની ગુજરાતમાં આવેલી છેલ્લી ફ્લાઈટમાં અનેક મુસાફરો આવ્યા હતા. જેમના દ્વારા ગુજરાતમાં કોરોનાના નવા સ્ટ્રેનની એન્ટ્રી થઈ છે. ત્યારે હવે 4 દર્દીઓ સાથે અમદાવાદમાં કોરોના UK સ્ટ્રેનની એન્ટ્રી થઈ છે. UKથી આવેલા મુસાફરના રિપોર્ટમાં નવો સ્ટ્રેન જોવા મળ્યો છે. પૂણે ખાતે બ્રિટનથી આવેલા મુસાફરના સેમ્પલ પૂણેની લેબમાં મોકલવામાં આવ્યા હતા. UK થી અમદાવાદ આવેલી છેલ્લી ફલાઈટમાં આવેલા 4 મુસાફરો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. તમામ 4 દર્દીઓને SVP હોસ્પિટલમાં સારવાર અપાઈ રહી છે. 

whatsapp banner 1

યુકેથી આવેલી ફ્લાઈટના મુસાફરોમાંથી ચારને નવા સ્ટ્રેનની અસર જોવા મળી છે. યૂકે અને યૂરોપથી ગુજરાત આવેલા મુસાફરોમાંથી 11નો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા હતા. જેમના રિપોર્ટને આગળ ચકાસણી માટે પૂણે અને ગાંધીનગરની લેબમાં મોકલાયા હતા, જેમાંથી ચાર લોકોને નવા સ્ટ્રેનના કારણે કોરોના થયો હોવાની પુષ્ટિ થઈ છે. 

આ પણ વાંચો….કોરોનાની વેકસીન રાજયના નાગરિકોને આપવા માટે શકય હશે ત્યા સુધી સંપૂર્ણ ખર્ચ રાજય સરકાર ભોગવશે: નીતિનભાઈ પટેલ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *