Gold found toilet flush tank of Ahmedabad airport

Gold found toilet flush tank of Ahmedabad airport: અમદાવાદ એરપોર્ટના ટોઈલેટ ફ્લશ ટેન્કમાં જાણો કેવી રીતે લાખોનું સોનું છુપાવીને રખાયું હતું…

Gold found toilet flush tank of Ahmedabad airport: અરપોર્ટ પરથી ટોયલેટના ફ્લશ ટેન્કમાં છુપાવેલા સોનાના બ્રેસલેટ પ્લાસ્ટિકની થેલીમાં છુપાવીને રાખવામાં આવ્યા હતા

અમદાવાદ, 02 જાન્યુઆરી: Gold found toilet flush tank of Ahmedabad airport: અમદાવાદ એરપોર્ટ પરથી દાણચોરીની ઘટનાઓ સામે આવતી હોય છે. ત્યારે કેટલીક વાર તેમાં સોનું પણ પકડાતું હોય છે. ત્યારે અરપોર્ટ પરથી ટોયલેટના ફ્લશ ટેન્કમાં છુપાવેલું રુ. 45 લાખનું સોનું ઝડપાયું છે. 400 ગ્રામના બે બ્રેસલેટ પ્લાસ્ટિકની થેલીમાં છુપાવીને ફ્લશમાં રાખવામાં આવ્યા હતા.

એરપોર્ટ અવનવીટ તરકીબો અજમાવવામાં આવતી હોય છે. ત્યારે આ પ્રકારે સોનું છુપાવીને રાખવામાં આવતા તેની તપાસ પણ આ દિશામાં હાથ ધરવામાં આવશે. સોનું પકડવાની ઘટનાઓ અગાઉ પણ બની છે પરંતુ આ પ્રકારે સોનું કોને છુપાવ્યું તેને લઈને પણ અનેક સવાલો છે. જો કે, અબુધાબીની ફ્લાઇટમાંથી આવેલા એક મુસાફરે સોનું છુપાવ્યું હોવાની પણ આશંકા સેવવામાં આવી રહી છે.

આ રીતે શંકા જતા સોનું હાથ લાગ્યું

શૌચાલયની ફ્લશ ટાંકી ખુલ્લી હતી, તેની તપાસ કરતાં પ્લાસ્ટિકની બે થેલીઓ બહાર કાઢવામાં આવી હતી. જેમાં સોનાના બે બ્રેસલેટ ઝડપી પાડવામાં આવ્યા હતા. બંને બ્રેસલેટનું વજન 400 ગ્રામ હતું. જો કે, એરપોર્ટ તરફના સૂત્રોનું માનવું છે કે, ટોઇલેટનું ચેકિંગ થાય તેની પહેલા એક અબુ ધાબીની ફ્લાઈટ આવી હતી અને આ ફ્લાઇટનો કોઈ મુસાફર કોઈ આવીને સોનું અહીંથી મુકીને જતો રહ્યો હશે તેવી આશંકા પણ છે.

હાઉસકિંપિંગ સ્ટાફને મળ્યું સોનું

હાઉસકીપિંગના એક્ઝિક્યુટીવને એરપોર્ટ પરથી 45 લાખની કિંમતનું આ સોનું મળ્યું હતું જેનું વજન કરતા 800 ગ્રામ સોનું થાય છે. હાઉસકિંપિંગ દ્વારા કસ્ટમને સોનું સોંપ્યું છે. એરપોર્ટ મેનેજમેન્ટ કંપનીએ તેમને સન્માન પ્રમાણપત્ર પણ આપ્યું હતું. સુપરવાઈઝર ઈન્ટરનેશનલ ટર્મિનલ-2 પર પહોંચ્યા ત્યારે સ્ટાફ દ્વારા ટોઈલેટની સફાઈ યોગ્ય રીતે થઈ રહી છે કે કેમ તે તપાસી રહ્યા હતા. આ દરમિયાન તેમણે ફ્લશ ખુલ્લુ રહેતા તપાસ કરતા શંકા જતા તેમાંથી સોનું મળી આવ્યું હતું

આ પણ વાંચો: Record liquor drink in jaipur: નવા વર્ષ પર જયપુરમાં લોકોએ તોડ્યો રેકોર્ડ, બે દિવસમાં આટલા કરોડનો પીધો દારૂ…