child mom pic

Adolescence is a time of rapid change: બાળક કિશોરાવસ્થામાં પ્રવેશ કરે છે ત્યારે ઝડપી ગતિએ શારીરિક અને ભાવનાત્મક બદલાવ થાય છે

Adolescence is a time of rapid change: મધ્યમ વય સુધી બાળકોની માનસિક સ્થિતિ જ તેમનાં માતા-પિતા સાથે કેવા સંબંધો રહેશે તે નક્કી થાય છે.

Adolescence is a time of rapid change: ઇન્ટરનેશનલ જર્નલ ઓફ એન્વાયરમેન્ટલ રિસર્ચ એન્ડ પબ્લિક હેલ્થમાં છપાયેલા રિપોર્ટ અનુસાર મધ્યમ વય વિકાસનો મહત્ત્વપૂર્ણ પડાવ હોય છે.

લાઇફસ્ટાઇલ ડેસ્ક, 02 જાન્યુઆરી: Adolescence is a time of rapid change: કોઇ યુવા કે વયોવૃદ્ધની વિચારવાની- સમજવાનો ઢંગ તેમના બાળપણથી જ નક્કી થઇ જાય છે. વાસ્તવમાં, બાળકો અને કિશોરોની માનસિક સ્થિતિની અસર આજીવન રહે છે. મધ્યમ વય સુધી બાળકોની માનસિક સ્થિતિ જ તેમનાં માતા-પિતા સાથે કેવા સંબંધો રહેશે તે નક્કી થાય છે.

ઇન્ટરનેશનલ જર્નલ ઓફ એન્વાયરમેન્ટલ રિસર્ચ એન્ડ પબ્લિક હેલ્થમાં છપાયેલા રિપોર્ટ અનુસાર મધ્યમ વય વિકાસનો મહત્ત્વપૂર્ણ પડાવ હોય છે. બાળક કિશોરાવસ્થામાં પ્રવેશ કરે છે ત્યારે ઝડપી ગતિએ શારીરિક અને ભાવનાત્મક બદલાવ થાય છે. આ બદલાવો દરમિયાન તેમની માનસિક સ્થિતિ દુનિયાને જોવાનો દૃષ્ટિકોણ વિકસિત કરે છે.

માતા-પિતા સાથેના સંબંધોમાં ભાવનાત્મક બદલાવ આવે છે. તેઓ ખાસ પ્રકારના દબાણ અને મૂંઝવણમાંથી પસાર થાય છે. અમેરિકામાં તમામ મિડલ સ્કૂલનાં બાળકોને આ ઉંમરમાં તણાવ ઘટાડવા માટે અને માનસિક રીતે મજબૂત બનાવવા માટે યોગ અને ધ્યાનનું સત્ર કરાવાય છે.

આ રિસર્ચના પ્રમુખ અલેસાન્દ્રા બજાનો કહે છે કે 11થી 14 વર્ષની ઉંમરમાં યોગ-પ્રાણાયામ ખૂબ જ ફાયદાકારક રહે છે. તેનાથી તણાવ દૂર થાય છે, તેઓને શાંતિનો અનુભવ થાય છે.

આ પણ વાંચો:-Hair tips in winter: શિયાળામાં વાળ બાંધી ને કેમ સૂવું જોઈએ ? જાણો તેના ફાયદા વિશે..

Gujarati banner 01