GTU Wins Gold Medal

GTU Wins Gold Medal: ગુજરાત ટેક્નોલોજીકલ યુનિવર્સિટીએ સોફ્ટ ટેનિસ ઑલ ઈન્ડિયા ઈન્ટર યુનિવર્સિટી સ્પર્ધામાં ગોલ્ડ મેડલ જીત્યો

GTU Wins Gold Medal: વિજેતા ટીમના વિદ્યાર્થીઓને ગુજરાતના ભૂતપૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી અને જીટીયુના કુલસચિવ ડૉ. કે. એન. ખેરે પણ અભિનંદન પાઠવ્યા

અમદાવાદ, 20 માર્ચઃ GTU Wins Gold Medal: તાજેતરમાં જ એસોસીયેશન ઑફ ઈન્ડિયન યુનિવર્સિટી (એઆઈયુ) દ્વારા ઔરંગાબાદ ખાતે આયોજીત 6ઠ્ઠી સોફ્ટ ટેનિસ ઑલ ઈન્ડિયા ઈન્ટર યુનિવર્સિટી સ્પર્ધામાં જીટીયુની ટીમે પ્રથમ સ્થાન હાંસલ કરીને ગોલ્ડ મેડલ મેળવ્યો છે. GTU ખાતે ટેક્નિકલ જ્ઞાનની સાથે વિદ્યાર્થીઓ રમત- ગમતમાં પણ આગળ આવે તે હેતુસર સમયાંતરે વિવિધ સ્પર્ધાઓનું આયોજન તથા રાજ્ય અને રાષ્ટ્રીય સ્તરની સ્પર્ધામાં વિદ્યાર્થીઓની ટીમ પણ તૈયાર કરવામાં આવે છે. જે યુનિવર્સિટી અને રાજ્યનું પ્રતિનિધિત્વ કરતી હોય છે. વિજેતા ટીમના વિદ્યાર્થીઓને ગુજરાતના ભૂતપૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી અને જીટીયુના કુલસચિવ ડૉ. કે. એન. ખેરે પણ અભિનંદન પાઠવ્યા હતાં. 

છેલ્લા 5 વર્ષથી ઑલ ઈન્ડિયા ઈન્ટર યુનિવર્સિટી સ્પર્ધામાં સોફ્ટ ટેનિસનો સમાવેશ કરવામાં આવ્યો છે. અત્યાર સુધી ગુજરાતની એક પણ યુનિવર્સિટીને સોફ્ટ ટેનિસમાં ગોલ્ડ મેડલ મળ્યો નહતો. ગત વર્ષ જીટીયુની ટીમે બ્રોન્ઝ મેડલ મેળવ્યો હતો. જ્યારે આ વર્ષે ઈતિહાસ રચીને  ગોલ્ડ મેડલ મેળવીને યુનિવર્સિટી તેમજ સમગ્ર ગુજરાતનું નામ રોશન કર્યું છે. આ ટીમમાં અનિકેત પટેલ, હંસલ શાહ, હિરક વોરા, પ્રકાશ વાઘેલા, હેમય સોરઠીયા અને ફાલ્ગુન પટેલનો સમાવેશ થાય છે.

આ પણ વાંચોઃ 5 Town Planning Schemes: રાજ્યના ચાર મહાનગરોમાં કુલ પાંચ ટાઉન પ્લાનિંગ સ્કીમને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આપી મંજૂરી

જીટીયુની ટીમે ફાઈનલ મેચમાં સતત ગોલ્ડ મેડલ પોતાને નામે કરનાર પંજાબ – બી યુનિવર્સિટીની ટીમને 2-0 થી માત આપીને તેમને છઠ્ઠી વખત ગોલ્ડ મેડલ જીતતા રોકીને પ્રથમ સ્થાન પ્રાપ્ત કર્યું હતું. આ સંદર્ભે જીટીયુના કુલપતિ પ્રો. ડૉ. નવીન શેઠે જણાવ્યું હતું કે, જીટીયુના વિદ્યાર્થીઓ ન માત્ર ટેક્નિકલ ક્ષેત્રે જ પરંતુ રમગ-ગમત ક્ષેત્રે પણ અગ્રહરોળમાં સ્થાન પ્રાપ્ત કરે છે. જે સમગ્ર જીટીયુ પરિવાર માટે ગૌરવની વાત છે. જીટીયુના કુલપતિ અને કુલસચિવે આ સંદર્ભે ચીફ કન્ટેજન મેનેજર અને જીટીયુના સ્પોર્ટ્સ ઓફિસર ડૉ. આકાશ ગોહીલ , મેનેજર શ્યામ ભટ્ટ અને ટીમ કોચ અનિલ મારૂને પણ અભિનંદન પાઠવ્યા હતાં.

Gujarati banner 01