Gujarat 1st phase election 2022: ગુજરાતમાં પ્રથમ તબક્કાની 89 બેઠક પર વોટિંગ જારી, સી.આર.પાટીલે કર્યું મતદાન…

Gujarat 1st phase election 2022: 11 મંત્રી સહિત 788 ઉમેદવારો ચૂંટણી જંગમાં

ગાંધીનગર, 01 ડીસેમ્બર: Gujarat 1st phase election 2022: ગુજરાત વિધાનસભા ચૂંટણીના પહેલા તબક્કાની મતદાન પ્રક્રિયા ચાલી રહી છે. સવારથી મતદારોની લાંબી લાંબી કતારો જોવા મળી હતી. ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલે પણ મતદાન કર્યું હતું. રાજ્યના કૃષિમંત્રી રાઘવજી પટેલે જામનગર ગ્રામ્ય વિસ્તારમાં નારણપર ગામે મતદાન કર્યું હતું.

જામનગર ઉત્તરનાં ઉમેદવાર રીવાબાએ આજે રાજકોટ પશ્ચિમ સીટમાં આવેલી આઈપી મિશન સ્કૂલ ખાતે મતદાન કર્યું હતું, કારણ કે તેમનું રાજકોટની મતદારયાદીમાં નામ છે. જ્યારે રવીન્દ્રસિંહ જાડેજાનું નામ જામનગરની મતદાર યાદીમાં છે.

11 મંત્રી સહિત 788 ઉમેદવારો ચૂંટણી જંગમાં

પહેલા તબક્કામાં કુલ 11 મંત્રી સહિત ભાજપ, આપ અને કોંગ્રેસના 266 ઉમેદવારોનું ભાવિ EVMમાં સીલ થશે. પહેલા તબક્કામાં ભાજપ-કોંગ્રેસના 89-89 જ્યારે આપના 88 અને BTPના 14 ઉમેદવાર ચૂંટણી લડી રહ્યા છે. જ્યારે 508 અન્ય પાર્ટી અને અપક્ષો રાજકીય રણસંગ્રામમાં ઊતર્યા છે. કુલ ઉમેદવાર 788 છે.

આ પણ વાંચો: Ravish kumar resigns from NDTV: અદાણી ગ્રૂપની એન્ટ્રી બાદ NDTVમાં રાજીનામાનો દૌર શરૂ, હવે આ પત્રકારે કર્યો કિનારો…

Gujarati banner 01