Attack on Bjp Candidate

Attack on BJP candidate: ગુજરાતમાં ભાજપના ઉમેદવાર પર હુમલો, વાંચો વિગતે….

Attack on BJP candidate: નવસારી જિલ્લાની વાંસદા બેઠક પરથી ભાજપના ઉમેદવાર પિયુષ પટેલ પર અજાણ્યા લોકોએ હુમલો કર્યો…

ગાંધીનગર, 01 ડીસેમ્બર: Attack on BJP candidate: ગુજરાત વિધાનસભા ચૂંટણી માટે આજે પ્રથમ તબક્કાનું મતદાન યોજાઇ રહ્યું છે. મતદાન સાથે જ રાજ્યમાં હોબાળો મચી ગયો છે. નવસારી જિલ્લાની વાંસદા બેઠક પરથી ભાજપના ઉમેદવાર પિયુષ પટેલ પર અજાણ્યા લોકોએ હુમલો કર્યો હતો. હુમલામાં પિયુષ પટેલને માથામાં ઈજા થઈ હતી.

પિયુષ પટેલ પર હુમલા અંગે વાંસદા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધવામાં આવ્યો છે. તેમણે કોંગ્રેસના ઉમેદવાર અનંત પટેલના સમર્થકો પર હુમલાનો આરોપ લગાવ્યો છે. ભાજપનું કહેવું છે કે કોંગ્રેસે મતદાન પહેલા સંપૂર્ણ પ્લાનિંગ સાથે આ હુમલો કર્યો છે. આ હુમલામાં પિયુષની સાથે રહેલા 4 થી 5 ભાજપના કાર્યકરો પણ ઘાયલ થયા હતા. આ સાથે કાફલામાં રહેલા 3 થી 4 વાહનોને પણ નુકસાન થયું છે.

ગુજરાત વિધાનસભાની ચૂંટણીનું આજે પ્રથમ ચરણનું મતદાન શરૂ થતા પૂર્વે નવસારીની વાંસદા વિધાનસભાનું રાજકારણ ગરમાવું છે. મહત્વની વાત છે કે, મતદાન અગાઉની વાત ઉમેદવારો અને તેમના સમર્થકો માટે કતલની રાત ગણાય છે ત્યારે રાત્રે 2:30 એ ચીખલીથી પોતાના ઘરે જઈ રહેલા ભાજપના ઉમેદવાર વાંસદાના પ્રતાપ નગરથી વાંદરવેલા તરફ જઈ રહ્યા હતા, ત્યારે રસ્તામાં ઝરી ગામ નજીક તેમની ગાડીને અજાણ્યા લોકોએ રોકી હતી.

અનંત પટેલ સામે ઉભો રહી ચૂંટણી લડે છે આદિવાસી નેતા બનવા જાય છે કહીને ભાજપના ઉમેદવાર પિયુષ પટેલ ઉપર સામે આક્રોશ વ્યક્ત કરી હુમલો કર્યો હતો. બે મહિના પહેલાં વાંસદાના ધારાસભ્ય અનંત પટેલ ખેરગામમાં સરપંચને મળવા ગયા હતા, તે દરમિયાન બજાર પાસેથી પસાર થતી વેળા કેટલાક ઈસમો દ્વારા તેમના ઉપર હુમલો કરવામાં આવ્યો હતો.

ગાડીમાંથી તેમની ખેંચીને બહાર કાઢવામાં આવ્યા હતા અને આંખના ભાગે તેમના ઉપર હુમલો કરવામાં આવ્યો હતો. અનંત પટેલે કહ્યું હતું કે, નવસારી જિલ્લા પંચાયતના પ્રમુખ અને અન્ય કેટલાક ગુંડાતત્વોએ મને રોકી હુમલો કર્યો હતો. અનંત પટેલે જિલ્લા પંચાયતના પ્રમુખ ભીખુભાઇ અને રીંકુ નામના ઈસમે હુમલો કર્યો હોવાનું જણાવ્યું હતું.

આ પણ વાંચો: Gujarat 1st phase election 2022: ગુજરાતમાં પ્રથમ તબક્કાની 89 બેઠક પર વોટિંગ જારી, સી.આર.પાટીલે કર્યું મતદાન…

Gujarati banner 01