db0fa3d6 f6d6 44db a814 ce1ceca4fd5c

Gujarat Corona case: ગુજરાતમાં 2276 નવા કેસ તો 1534 દર્દીઓ સાજા થયા, ચિંતાની વાત છે કે રાજ્યના 60 ટકા જેટલા કેસ આ મહાનગરમાં!

Gujarat Corona case

ગાંધીનગર, 27 માર્ચઃ ગુજરાતમાં કોરોના વાયરસનું (Gujarat Corona case) સંક્રમણનું પ્રમાણ ધીરે ધીરે ફરી વધી રહ્યું હતો તેવું લાગી રહ્યું છે. ત્યારે આજે રાજ્યના વિવિધ જિલ્લામાં કોરોના(Gujarat Corona case)ના કુલ 2276 કેસ નોંધાયા હતા. બીજી તરફ 1534 દર્દીઓ સાજા થઇને ઘરે પરત ફરી ચુક્યા છે. અત્યાર સુધીમાં કુલ 2,83,241 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે. રાજ્ય(Gujarat Corona case) માં સાજા થવાનો દર ઘટીને 94.86 ટકા પર પહોંચી ચુક્યો છે. અત્યાર સુધીમાં કુલ 44,29,556 વ્યક્તિઓનું પ્રથમ ડોઝનું અને 6,29,707 વ્યક્તિઓને બીજા ડોઝનું રસીકરણ પુર્ણ થઇ ચુક્યું છે. આ પ્રકારે કુલ 50,58,626 લોકોને રસી આપવામાંઆવી છે.

ADVT Dental Titanium

આજે 60 વર્ષથી વધારે વયના તેમજ 45-60 વર્ષના ગંભીર બિમારી ધરાવતા કુલ 2,98,973 વ્યક્તિઓને રસી આપવામાં આવી છે. જો કે હજી સુધી એક પણ વ્યક્તિમાં રસીની કોઇ ગંભીર આડઅસર જોવા મળી નથી. રાજ્યમાં કોરોનાના 2276 દર્દીઓ નોંધાયા છે. રાજ્યમાંથી 1534 દર્દીઓ સાજા થયા છે. આ સાથે રાજ્યનો રિકવરી રેટ 94.86 ટકા જેટલો છે. રાજ્યમાં અત્યાર સુધીમાં આરોગ્ય વિભાગ સધન પ્રયાસોના લીધે 2,86,241 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે.

Whatsapp Join Banner Guj

નોંધનીય છે કે, રાજ્યમાં હાલ કુલ 10871 કોરોનાના એક્ટિવ કેસ છે. 157 લોકો વેન્ટિલેટર પર છે. 10714 લોકો સ્ટેબલ છે. 2,83,241 લોકોને ડીસ્ચાર્જ કરવામાં આવ્યા છે. 4484 લોકોનાં અત્યાર સુધી રાજ્યમાં કોરોનાને કારણે મોત નિપજ્યાં છે. રાજ્યમાં કોરોનાને કારણે આજે કુલ 05 લોકોનાં મોત નિપજ્યાં છે. જેમાં સુરત કોર્પોરેશનનાં 2, અમદાવાદ, ભરૂચ અને ભાવનગર કોર્પોરેશનનાં 1-1 વ્યક્તિનો સમાવેશ થાય છે. આ પ્રકારે કુલ 5 લોકોનાં મોત નિપજ્યાં છે. 

આ પણ વાંચો…

bollywood corona update: આમિર ખાન, સચીન તેંદુલકર બાદ આ અભિનેતા આવ્યા કોરોના પોઝિટિવ- થોડા સમય પહેલા જ લીધી હતી વેક્સિન