covid 19 impact business aviation

Gujarat corona case: રાજ્યમાં 715 સંક્રમિત, 46 દિવસ બાદ નોંધાયા કોરોનાના આટલા એક્ટિવ કેસ

Gujarat corona case

ગાંધીનગર, 13 માર્ચઃ કોરોનાની વેક્સિનની શરુઆત બાદ કેસમાં ઘટાડો નોંધાયો હતો. જેના કારણે તંત્રએ પણ રાહતનો શ્વાસ લીધો હતો. પરંતુ ચૂંટણી બાદ કોરોનાના કેસ(Gujarat corona case)માં વધારો નોંધાયો છે. જી, હાં છેલ્લા ૨૪ કલાકમાં વધુ ૭૧૫ નવા કેસ નોંધાયા છે. હાલમાં ૪,૦૦૬ એક્ટિવ કેસ છે જ્યારે ૫૧ દર્દી વેન્ટિલેટર પર છે. આમ, ગુજરાતમાં ૨૫ જાન્યુઆરી બાદ પ્રથમવાર એક્ટિવ કેસનો આંક ૪ હજારને પાર થયો છે.દેશમાં સૌથી વધુ એક્ટિવ કેસ ધરાવતા રાજ્યોમાં ગુજરાત સાતમાં સ્થાને છે. છેલ્લા ૨૪ કલાકમાં વધુ બે વ્યક્તિના કોરોનાથી મૃત્યુ થયા હતા. રાજ્યમાં કોરોનાના કુલ કેસ હવે ૨,૭૬,૬૨૨ છે જ્યારે કુલ મરણાંક ૪,૪૨૦ છે.

ADVT Dental Titanium

ગુજરાતમાં છેલ્લા ૨૪ કલાકમાં અમદાવાદ-સુરત-વડોદરા એમ ૩ જિલ્લામાં ૧૦૦થી વધુ એક્ટિવ કેસ નોંધાયા હતા. જેમાં સુરત શહેરમાં ૧૮૩-ગ્રામ્યમાં ૧૩ સાથે ૧૯૬, અમદાવાદ શહેરમાં ૧૪૧-ગ્રામ્યમાં ૪ સાથે ૧૪૫ જ્યારે વડોદરા શહેરમાં ૯૧-ગ્રામ્યમાં ૨૬ સાથે ૧૧૭ નવા કેસ સામે આવ્યા હતા. આ સાથે જ કુલ કેસનો આંક હવે અમદાવાદમાં ૬૪,૨૮૪-સુરતમાં ૫૫,૩૮૨ અને વડોદરામાં ૩૧,૦૮૭ છે.

Whatsapp Join Banner Guj

રાજ્યમાંથી અન્યત્ર જ્યાં છેલ્લા ૨૪ કલાકમાં કોરોનાના વધુ કેસ નોંધાયા તેમાં ૬૯ સાથે રાજકોટ, ૨૦ સાથે ભાવનગર, ૧૮ સાથે ગાંધીનગર, ૧૪ સાથે ભરૃચ, ૧૩ સાથે કચ્છ, ૧૨ સાથે પંચમહાલ-મહેસાણા-ખેડા, ૯ સાથે આણંદ-જુનાગઢ, ૮ સાથે મોરબી-પાટણ, ૬ સાથે સાબરકાંઠા, ૫ સાથે નર્મદા-ગીર સોમનાથ-અરવલ્લી, ૪ સાથે મહીસાગર, ૩ સાથે બનાસકાંઠા-નવસારી, ૨ સાથે વલસાડ-તાપી-છોટા ઉદેપુરનો સમાવેશ થાય છે. ભાવનગર ગ્રામ્ય-બોટાદ-ડાંગ-પોરબંદર-સુરેન્દ્રનગરમાં છેલ્લા ૨૪ કલાકમાં કોરોનાનો એકપણ નવો કેસ નોંધાયો નથી.

આ પણ વાંચો…

Rashi bhavishya: વાંચો, આજનું રાશિફળ- શું કહે છે તમારી રાશિ?