Gujarat Election: જામનગરમાં મતદાનનો પ્રારંભ, જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેકટર રવિશંકરએ મતદાન કર્યુ

Gujarat Election: કોરોના અંગેની માર્ગદર્શિકાને અનુસરી જામનગરના નાગરિકોને તેમના મતાધિકારનો ઉપયોગ કરી લોકતંત્રને મજબુત બનાવવા અપીલ કરતા જિલ્લા કલેકટર રવિશંકર

Gujarat Election

અહેવાલઃ જગત રાવલ

જામનગર, 21 ફેબ્રુઆરીઃ સ્થાનિક સ્વરાજયની ચૂંટણી-૨૦૨૧(Gujarat Election) અન્વયે મહાનગરપાલિકાની ચૂંટણીમાં જામનગર જિલ્લામાં શાંતિપૂર્ણ મતદાનનો પ્રારંભ થયો છે. આજે સવારથી જ લોકો મતદાન કેન્દ્રો ઉપર જઇ મતદાન કરી રહયા છે. મતદાન માટે કોરોના મહામારીને ધ્યાને લઇ માર્ગદર્શિકાનું પાલન કરવામાં આવી રહયું છે, જેમાં ટેમ્પરેચર ગન દ્વારા મતદાતાઓનું ટેમ્પરેચર ચેક કરી હેન્ડ સેનેટાઇઝ કર્યા બાદ ગ્લવ્ઝ પહેરી મતદાન કરવાની વ્યવસ્થાઓ જિલ્લા વહીવટી તંત્ર તરફ્થી કરવામાં આવી છે.

Whatsapp Join Banner Guj


જામનગર ખાતેના વોર્ડ નં. ૯ મતવિસ્તારના વિભાજી ઇંગ્લીશ હાઇસ્કુલ ખાતે બુથ નં.૧૧માં જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેકટર રવિશંકરએ મતદાન કર્યુ હતું. વિભાજી ઇંગ્લીશ સ્કુલ ખાતે બુથ નં.૧૧માં ૨૦૪ પુરૂષો,૧૭૭ સ્ત્રીઓ મળી કુલ ૩૮૧ મતદાતાઓ નોંધાયેલા છે.

66e2f550 058f 4700 9bcd efaeb2a400f6


જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેકટર રવિશંકરએ મીડીયાને સંબોધતા જણાવ્યું હતું કે, સંપૂર્ણ જામનગર મહાનગરપાલિકા મતવિસ્તારના ૬૪૫ મથકોમાં સવારે ૦૭-૦૦ કલાકેથી શાંતિપૂર્ણ મતદાનનો પ્રારંભ થઇ ચુક્યો છે. જે બદલ વહિવટીતંત્રના તમામ સાથીઓને શુભેચ્છા પાઠવતા તેમણે જામનગરના નાગરિકોને કોરોના મહામારીને ધ્યાને લેતા તેના માટેની માર્ગદર્શિકાને અનુસરી તેમના મતાધિકારનો ઉપયોગ કરી લોકતંત્રને મજબુત બનાવવા માટેની અપીલ કરી હતી.

આ પણ વાંચો…

Election: ગૃહ મંત્રી મતદાન કરવા પહોંચ્યા અમદાવાદ, અમિત શાહે પરિવાર સાથે કર્યુ મતદાન