Election: પિતાપુત્ર બંને જુદાં જુદાં અકસ્માતમાં ઇજાગ્રસ્ત, બંને એ નિભાવી મતદાનની કરવાની ફરજ

Election:પાર્થ અગ્રવાલ કહે છે કે આ ઇજા તો છ મહિનામાં મટી જશે પણ મતદાન ન કરું તો પાંચ વર્ષ નુકશાન સહન કરવું પડે

Election

અમદાવાદ, 21 ફેબ્રુઆરીઃ રોઝરી હાઇસ્કૂલના મતદાન(Election) મથકે પિતા સુભાષ અગ્રવાલ અને યુવાન પુત્ર પાર્થ અગ્રવાલ મતદાન કરવા આવ્યા હતા.પિતા પુત્ર સાથે મતદાન કરવા આવે એ કોઈ નવાઇની ઘટના ના ગણાય .પરંતુ આ બાપ દીકરાના કિસ્સામાં ખાસ વાત એ હતી કે બંને જુદાં જુદાં અકસ્માતોના ઇજાગ્રસ્ત હતા તો પણ મતદાન કરવાની ફરજ ચૂક્યા ન હતા.પાર્થ અગ્રવાલ હમણાં જ શિક્ષણ પૂરું કરી વિદેશથી પાછા ફર્યા છે.તેમને જીમ માં અકસ્માત થતાં એક પગે પ્લાસ્ટર છે.

Whatsapp Join Banner Guj


હું તમામ ચુંટણીઓમાં નિયમિત મતદાન કરું છું એવી જાણકારી આપતાં પાર્થે જણાવ્યું કે મારી ઇજા તો છ મહિનામાં મટી જશે.પરંતુ હવે પછી મતદાન કરવાની તક પાંચ વર્ષે મળશે.શહેરને સુવિધાઓ મળે તે માટે યોગ્ય ઉમેદવાર પસંદ કરવા જરૂરી છે.એટલે આજે મતદાન ન કરું તો પાંચ વર્ષ નુકશાન ભોગવવું પડે.એટલે આજે પીડા વેઠી ને પણ મતદાન કર્યું છે.
તેણે જણાવ્યું કે યુવા અને તમામ મતદારોએ મતદાન કરવાની ફરજ નિભાવવી જ જોઈએ.

આ પણ વાંચો…

Gujarat Election: જામનગરમાં મતદાનનો પ્રારંભ, જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેકટરશ્રી રવિશંકરએ મતદાન કર્યુ