EuuYFMhUYA0w628

Election: ગૃહ મંત્રી મતદાન કરવા પહોંચ્યા અમદાવાદ, અમિત શાહે પરિવાર સાથે કર્યુ મતદાન

Election

અમદાવાદ, 21 ફેબ્રુઆરીઃ ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની આજે ચૂંટણી(Election) યોજાઈ રહી છે. રાજ્યની 6 કોર્પોરેશનની 575 બેઠક માટે મતદાન શરુ, 2,276 ઉમેદવારોનું ભાવિ સીલ થશે. કેન્દ્રીય ગૃહ મંત્રી અને બીજેપી નેતા અમિત શાહ પણ મતદાન કરવા અમદાવાદ પહોંચ્યાં હતાં અને પરિવાર સાથે મતદાન કર્યુ.

અમિત શાહ પરિવાર સાથે મતદાન કરવા માટે નારણપુરા વોર્ડ પહોંચ્યા હતા.મતદાન કર્યા બાદ કેન્દ્રીય ગૃહ મંત્રીએ મીડિયા સમક્ષ પોતાની પ્રતિક્રિયા આપી હતી. રાજ્યમાં આજે 6 મહાનગરો અમદાવાદ, રાજકોટ, વડોદરા, સુરત, ભાવનગર અને જામનગરમાં મતદાન યોજાઈ રહ્યું છે. મતદાનની પ્રક્રિયા શરુ થઇ ગઈ છે. અમદાવાદ નગર નિગમમાં મતદાન માટે કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ અમદાવાદ પહોંચી ગયા છે.

પીએમ મોદી પણ અમદાવાદ નગર નિગમના મતદાતા છે, પરંતુ તેમના વોટિંગ કરવા અંગે કોઈ પુષ્ટિ થઇ નથી. ત્યાં જ કોરોના કાળમાં થનારી આ ચૂંટણીમાં મતદાન માટે મુખ્યમંત્રી વિજય રૂપાણી પણ મતદાન કરશે, પરંતુ ચૂંટણી આયોગની ગાઇડલાઇન મુજબ મુખ્યમંત્રી સાંજે 5 વાગ્યે રાજકોટમાં મતદાન કરશે.

Whatsapp Join Banner Guj

છ મહાનગર પાલિકાની ચૂંટણી(Election)માં એક મતદારે તેના વોર્ડના કોઈપણ પક્ષના ચાર ઉમેદવારોને મત આપવાનો રહેશે. તેમાં બે મહિલા અને બે પુરૂષ મતદારોને તેઓ મત આપી શકે છે. બે મહિલા અને બે પુરૂષ કરતાં વધુને મત આપનાર મતદારનો મત કેન્સલ થયેલો ગણાશે. મતદાતાને કોઈપણ ઉમેદવાર કે કોઈપણ પક્ષના ઉમેદવાર પસંદ ન હોય તો નોટા-નન ઓફ ધી એબોવ (ઉપરના ઉમેદવારોમાંથી કોઈને પણ મત નથી આપવો) તેમ જણાવતું નોટાનું બટન પણ દબાવી શકે છે.

આ પણ વાંચો…

રાજ્યમાં 38થી 40 ડિગ્રી સુધી પહોંચશે ગરમીનો પારો, હવામાન વિભાગે(Meteorological Department) કરી આગાહી