Ice cream

Eating ice-Cream Tips: શું તમે જાણો છો કે આઈસ્ક્રીમ ખાવાના કેટલા સમય પછી પીવુ જોઈએ પાણી?

Eating ice-Cream Tips: ઘણા લોકોનું માનવુ છે આઇસ્ક્રીમ ખાવાથી શરીરમાં ઠંડક મળે છે અને ગરમીમાથી રાહત મળે છે

whatsapp banner

હેલ્થ ડેસ્ક, 29 એપ્રિલઃ Eating ice-Cream Tips: બાળકોથી લઈને મોટાઓ સુધી દરેક લોકોને આઇસ્ક્રીમનો ટેસ્ટ પસંદ આવે છે. પરંતુ કેટલાક લોકો તેને ફાયદાકારક માને છે. ઘણા લોકોનું માનવુ છે આઇસ્ક્રીમ ખાવાથી શરીરમાં ઠંડક મળે છે અને ગરમીમાથી રાહત મળે છે.

પરંતુ તમે જ્યારે આઇસ્ક્રીમ ખાવો છો ત્યારે તમે જોયુ હશે તરસ વધુ લાગે છે. આવુ લગભગ દરેક લોકોને થાય છે. પરંતુ શુ તમે ક્યારેય વિચાર્યુ છે કે આઇસ્ક્રીમ ખાધા પછી કેટલા ટાઈમ પછી પાણી પીવુ જોઈએ. પરંતુ તમને જણાવી દઈએ કે આઇસ્ક્રીમ ખાધા પછી ગમે તેટલી તરસ લાગે પણ તરત પાણી પીવુ જોઈએ નહીં.

આ પણ વાંચો:- Stock Market Update: આ શેરો પર લગાવો દાવ, એકસપર્ટે આપ્યા છે જબરદસ્ત તેજીના સંકેત- વાંચો વિગત

આ બાબતે નિષ્ણાતોના કહેવા પ્રમાણે આઇસ્ક્રીમ ખાધા પછી તરત પાણી પીવાથી બચવુ જોઈએ. જો તમે આઇસ્ક્રીમ ખાધા પછી તરત પાણી પીવો છો તો તે યોગ્ય નથી. જો તમે આઇસ્ક્રીમ ખાધા પછી તરત પાણી પીવો છો તો તેનાથી ગળુ ખરાબ થઈ શકે છે. અને તેમા દુખાવાની સમસ્યા થઈ શકે છે. અને તેની સાથે દાંતોની સમસ્યા શરુ થઈ શકે છે. એટલે જ્યારે તમે આઇસ્ક્રીમ ખાઓ છો ત્યારે ગમે તેટલી તરસ લાગે પરંતુ પાણી પીવુ જોઈએ નહી. આઇસ્ક્રીમ ખાધા પછી ઓછામાં ઓછી 15 મિનિટ પછી પાણી પીવુ જોઈએ. જેના કારણે તમે કેટલીયે બીમારીઓથી બચી શકો છો.

દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો