rainfall 2

Gujarat Rain: વહેલી સવારે ગાજ વીજ કડાકા સાથે ધોધમાર તોફાની વરસાદ પડ્યો

Gujarat Rain: ધાબા ઉપર ઊંઘી રહેલા લોકોને ગાદલા ગોદડા લઈ ભાગવું પડ્યું

અમદાવાદ, 04 જૂનઃ Gujarat Rain: રાજ્યમાં છેલ્લા ઘણા સમથી ભારે ગરમી પડી રહી હતી. લોકો આ મોસમના પ્રથમ વરસાદની રાહ જોઈ રહ્યા હતા. દરમિયાન આજે વહેલી સવારે ગાજ વીજ સાથે ધોધમાર વરસાદ પડતાં લોકોએ રાહતનો શ્વાસ લીધુ હતું. જયારે ગરમીના કારણે પોતાના ધાબા ઉપર ઊંઘી રહેલા ની ઊંઘ હરામ બની ગઈ હતી તેઓ છૂટકે પોતાના ગાદલા ગોદડા લઈ રીતસર ઘરમાં નીચે ભાગતા જોવા મળ્યા હતા.

આ મોસમના પ્રથમ વરસાદે કડાકા ભડાકા સાથે એન્ટ્રી કરતા આ વર્ષે સારો વરસાદ પડશે તેવુ. વડીલો જણાવી રહ્યા છે. શહેર સહિત રાજ્યમાં વરસાદ પડતા ખેડૂતોમાં પણ ખુશ જોવા મળ્યા છે.જયારે આ વરસાદ થી પાક ને નુકશાન પણ થયું છે.

આજે વહેલી સવારના પ્રથમ વરસાદમાં લોકો ઘરની બહાર આવી ગયા હતા.વરસાદમાં પરળતા જોવા મળ્યા હતા.આ વરસાદ બાદ ઠંડક જોવા મળી હતી.

આ પણ વાંચો… Jennifer Mistry statement: રોશન ભાભી ઉર્ફ જેનિફર મિસ્ત્રીએ નટુકાકા અને શૈલેષ લોઢા વિશે કહી આ વાત, વાંચો…

Gujarati banner 01
દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો