Gyasuddin Shaikh

Gyasuddin Shaikh: પૂર્વ ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખે 35 વર્ષની પરંપરા જાળવી રાખી

Gyasuddin Shaikh: સફેદ કબૂતરો ઉડાડીને કોમી એકતાનો આપ્યો સંદેશ

અમદાવાદ, 20 જૂનઃ Gyasuddin Shaikh: આજે સુપ્રસિદ્ધ 146મી રથયાત્રા કોમી-એકતા અને ભાઈચારાના માહોલમાં અમદાવાદ શહેરમાં નગરચર્ચા એ નીકળી એ દરમિયાન સાંજે 5 વાગે શાહપુર વિસ્તારમાંથી રથયાત્રા પસાર થયી તે સમયે શાહપુર રંગીલા પોલીસ ચોકી ખાતે છેલ્લા 35 વર્ષની પરંપરા ને નિભાવી પૂર્વ ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખ દ્વારા મંદિરના મહંત દિલીપદાસ મહારાજ તથા રથયાત્રિકો ને મોમેન્ટો અર્પણ કરી શાલ ઓઢાડી-ફુલહાર સાથે શાંતિના દૂત કબૂતરો ઉડાડી શાનદાર સ્વાગત કરવામાં આવ્યું.

આ સમયે દરિયાપુર વિધાનસભા કોંગ્રેસ ના તમામ મ્યુનિ. કાઉન્સિલરઓ, આગેવાનો તેમજ કાર્યકર્તાઓ રંગીલા પોલીસ ચોકી ખાતે હાજર રહ્યા હતા. અમદાવાદમાં જમાલપુર જગન્નાથ મંદિરથી આજે સવારે ૭ વાગે જય રણછોડ માખણ ચોરના નારા સાથે ૧૪6ની રથયાત્રાના પ્રારંભ થયો હતો. રથયાત્રામાં લાખોની સંખ્યામાં ભાવિક ભક્તો પરિવાર સાથે ઉમટી પડયા હતા.

શાહપુર રંગીલા ચોકી પાસે દરિયાપુરના પૂર્વ ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખ તથા હિન્દુ-મુસ્લિમ આગેવાનોએ કોમી એકતા જિંદાબાદના નારા લગાવીને મંદિરના મહંત દિલીપદાસ તથા ત્રણેય રથોનું ભવ્ય સ્વાગત કર્યું હતું અને કોમી એકતા વધુ મજબૂત બને તે હેતુસર શાંતિ દુત સફેદ કબૂતરો આકાશમાં ઉડાડયા હતા. દરિયાપુર અને શાહપુરમાં ટ્રકોમાં પ્રસાદ લેવા માટે મુસ્લિમ બાળકો અને મહિલાઓએ પણ પડાપડી કરી હતી.

ઉપરોક્ત સમયે સામાજિક આગેવાન જુનેદ શેખ, સઈદ શેખ, મ્યુનિસિપલ કાઉન્સિર અકબર ભટ્ટી, માર્ટીન શેખ, પૂર્વ મ્યુનિસિપલ કાઉન્સિર મોનાબેન પ્રજાપતિ, રમેશ રાઠોડ, પ્રકાશ વાણિયા, માજીદ ઠાકોર, આસીફ અન્ના, બ્રીજેશ શર્મા, ભૂરાબાપુ, ઈશાક બોર્ડર, ભૂપેશ પ્રજાપતિ, મીલન શાહ, મૈયુ અજમેરી, અરસલાન શેખ, લિયાકત, ફહીમ અજમેરી સહિત મોટી સંખ્યામાં કાર્યકરો અને મુસ્લિમ આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.

આ પણ વાંચો… Accident in Dariyapur during Rath Yatra: રથયાત્રા દરમ્યાન દરિયાપુરમાં થઈ મોટી દુર્ઘટના, વાંચો…

Gujarati banner 01
દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો