146th Rath Yatra completed

146th Rath Yatra completed: ભગવાન જગન્નાથની 146મી રથયાત્રા શાંતિપૂર્ણ સંપન્ન

146th Rath Yatra completed: આજે સાંજે 8.30 વાગ્યે ભગવાન જગન્નાથજી, બહેન સુભદ્રાજી અને બલભદ્રજીના રથ નિજ મંદિરે હેમખેમ પહોંચ્યા

અમદાવાદ, 20 જૂનઃ 146th Rath Yatra completed: આજે અષાઢી બીજે અમદાવાદના જમાલપુર સ્થિત ભગવાન જગન્નાથના સુપ્રસિદ્ધ મંદિરેથી જગતના નાથ એવા ખુદ ભગવાન જગન્નાથ શણગાર સાથે વાજતે-ગાજતે નગરચર્યાએ નીકળ્યા હતા. આ દરમિયાન ભક્તોમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો. ભગવાન જગદીશની સાથે તેમના બહેન સુભદ્રાજી અને તેમના ભાઈ બલભદ્ર સાથે નીકળેલી 146મી રથયાત્રામાં ભક્તોના ઘોડાપુર ઉમટ્યું હતું. 

ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સવારે સોનાની સાવરણીથી પહિંદવિધિ કરીને ત્રણેય રથનું પ્રસ્થાન કરાવ્યું હતું. મુખ્યમંત્રીએ ખલાસીઓ સાથે મળી ભગવાનનો રથ ખેંચી પ્રસ્થાન કરાવ્યું હતું. બહેન સુભદ્રા અને ભાઈ બલભદ્રનો રથ પણ મંદિરની બહાર લવાયો હતો.

આસ્થા, શ્રદ્ધા, ઉમંગ, ઉલ્લાસ અને કોમી એખલાસના માહોલમાં શહેરમાં નીકળેલી ભગવાન જગન્નાથની ભવ્ય રથયાત્રા રંગે ચંગે અને સુખરૂપ સંપન્ન થઈ હતી. આજે સાંજે 8.30 વાગ્યે ભગવાન જગન્નાથજી, બહેન સુભદ્રાજી અને બલભદ્રજીના રથ નિજ મંદિરે હેમખેમ પહોંચ્યા હતા અને રથયાત્રા આયોજકો સહિત સૌ કોઈએ હાશકારો અનુભવ્યો હતો.

આ પણ વાંચો… Gyasuddin Shaikh: પૂર્વ ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખે 35 વર્ષની પરંપરા જાળવી રાખી

Gujarati banner 01
દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો