Isudan Gadhvi

isudan Statement after liquor test: AAPના ઇસુદાને કહ્યું-હું મોગલ મા-સોનલ માને માનું છું અને સોગંધ ખાઈને કહું છું મેં જીંદગીમાં ક્યારેય…

isudan Statement after liquor test: ઇસુદાને કહ્યું, મને પકડ્યો ત્યારે કોઈ ગંધ આવતી નહોતી. મારા પર ભાજપના કાર્યકરોએ હુમલો કર્યો.

અમદાવાદ, 03 જાન્યુઆરીઃ isudan Statement after liquor test: આમ આદમી પાર્ટીના નેતા ઇસુદાન ગઢવીનો લીકર રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. જેને પગલે આજે ઇસુદાન ગઢવીએ મીડિયાને સંબોધન કર્યું હતું. મેં ખાનગીમાં રિપોર્ટ કરવાની માંગ કરી હતી. મેં જિંદગીમાં ક્યારેય દારૂ પીધો નથી, બ્રેથ એનેલાઈઝરમાં પણ રિપોર્ટ નેગેટિવ આવ્યો હતો. મને પકડ્યો ત્યારે કોઈ ગંધ આવતી નહોતી. મારા પર ભાજપના કાર્યકરોએ હુમલો કર્યો.

ભાજપના મહિલા કાર્યકર 20 ફૂટ છેટા હતા છતાં છેડતીની ફરિયાદ કરી. હું મોગલ અને સોનલમાને માનું છું અને સોંગદ ખાઈને કહું છું મેં ક્યારેય દારૂ પીધો નથી. રિપોર્ટમાં મને શંકા છે, મારો લાઇ ડિટેક્ટ ટેસ્ટ કરવામાં આવે. 13 દિવસના જેલવાસ બાદ મને મીડિયા દ્વારા જાણવા મળ્યું કે મારો લીકર ટેસ્ટ પોઝિટિવ આવ્યો છે. સુપર સીએમ સીઆર પાટીલે રિપોર્ટ બદલાવ્યો હોય શકે. ભાજપની સરકાર જ છે.

આ પણ વાંચોઃ Bulli Bai app: મુસ્લિમ મહિલાઓની નીલામીથી મચ્યો બબાલ, કેસ પણ નોંધાયો- વાંચો શું છે મામલો?

ઇસુદાને આગળ કહ્યું કે, મેં પ્રાઇવેટ લેબમાં 3 દિવસે ટેસ્ટ માટે કહ્યું પણ તેમણે કહ્યું વાંધો નહિ, સિવિલ હોસ્પિટલમાં લઇ ગયા ત્યાં ચેક કર્યું અને વાસ આવતી હતી કે કેમ તે તપાસ કરી પણ તેમાં વાસ ન આવી. પોલીસ લોકપમાં લઈ ગઈ ત્યાં બ્રેથ એનેલાઇઝરથી ચેક કર્યું હતું તો મને કહ્યું કે વાંધો નહીં ટેસ્ટ નેગેટિવ છે. વિરોધ કરવો દરેકનો અધિકાર છે. સામાન્ય રીતે વિરોધમાં ડિટેઇન કરી છોડી દેવાય છે. પરંતુ આ ઘટનામાં ઘણી કલમો લગાવી, તેમણે જેટલો દમન ગુજાર્યો અમે સહન કર્યો. ભાજપ નિમ્ન કક્ષાની રાજનીતિ કરી છે. મને મારા રિપોર્ટ પર શંકા છે, રિપોર્ટ સાથે ચેડા કરવામાં આવ્યા હોવાની શંકા છે. હું જાતે જામીન માટે સામેથી હાજર થઈશ.

ઇસુદાને વધુમાં કહ્યું કે, હું મોગલ અને સોનલમાને માનું છું અને સોંગદ ખાઈને કહું છું હું દારૂ પીતો નથી. વીડિયો રેકોર્ડિંગ સાથે લાઈવ ડિટેક્શન ટેસ્ટ કરવામાં આવે , બ્રેઇન મેપિંગ ટેસ્ટ કરાવાય, જ્યાં ભાજપની સરકાર ન હોય ત્યાં ટેસ્ટ કરવામાં આવે. મારી માગ છે કે મારું જે બ્લડ સેમ્પલ લેવામાં આવ્યું હતું તેને સાચવી રાખવામાં આવે. પ્રજા સામે લડવું ગુનો છે ? છેડતી અને દારૂનો આક્ષેપ કર્યો તો હવે ડ્રગ્સનો આરોપ મુકશો?

Whatsapp Join Banner Guj