killed sister in law vdr

Killed sister-in-law: બનેવીએ પોતાની સાળીને ખેતરમાં બોલાવીને ગળે ટુંપો દઈ હત્યા કરી નાખી

Killed sister-in-law: પ્રેમસંબંધમાં ગર્ભ રહી જતાં સાળી પોતાના બનેવીને લગ્ન કરી લેવા નહીં તો પિતાને જાણ કરી દેવાની ધમકી આપતાં બનેવીએ હત્યા કરી હોવાનું પોલીસ તપાસમાં ખૂલ્યું

અહેવાલ: પ્રીતિ સાહૂ
વડોદરા, 27 માર્ચ:
Killed sister-in-law: વડોદરા જિલ્લાના ડભોઇમાં પ્રેમસંબંધમાં બનેવીએ પોતાની 19 વર્ષીય સાળીને ખેતરમાં ચોરીછુપીથી બોલાવીને ગળું દબાવી તેમજ ઓઢણીથી ગળે ટુંપો દઈ હત્યા કરી નાખી હતી. પોલીસે હત્યારા બનેવીની ધરપકડ કરી લીધી હતી. ઉલ્લેખનિય છે કે, મૃતકની લાશ 25 માર્ચે મંડાળા ગામના ખેતરમાંથી મળી આવી હતી. પ્રેમસંબંધમાં ગર્ભ રહી જતાં સાળી પોતાના બનેવીને લગ્ન કરી લેવા નહીં તો પિતાને જાણ કરી દેવાની ધમકી આપતાં બનેવીએ હત્યા કરી હોવાનું પોલીસ તપાસમાં ખૂલ્યું છે.

વડોદરા લોકલ ક્રાઈમ બ્રાંચે જણાવ્યું હતું કે, (Killed sister-in-law) 24 માર્ચે ડભોઈના મંડાળા ગામમાં રહેતી કિંજલ(ઉ.19) (નામ બદલ્યું છે)ને લઈને તેના પિતા મંડાળાથી પીસઈ જતા રોડની બાજુમાં આવેલા ખેતરમાં બપોરે 2 વાગે દીવેલા કાપવા ગયા હતા. જ્યાં કિંજલ રોડની સામેની બાજુમાં આવેલા દીવેલાના ખેતરમાં કુદરતી હાજતે ગયા બાદ પરત ફરી ન હતી. જ્યારે 25 માર્ચે બપોરે 1 વાગે કિંજલની લાશ મંડાળા ગામના દીપક કાંતિભાઈ પટેલના દીવેલાવાળા ખેતરના સેઢા પાસે પડેલી હોવાનું જોવા મળ્યું હતું. જેમાં યુવતીના પાયજામાનું નાડું છૂટું હતું અને તેના ગળામાં દુપટ્ટો કસોકસ બાંધેલો હતો.

Killed sister-in-law
હત્યારા બનેવી મુકેશ

આ અંગે એલસીબી અને એસઓજીએ મૃતકના સ્વજનોની પૂછપરછ હાથ ધરતાં મૃતક યુવતીના બનેવી મુકેશ કુમજીભાઈ ડુંગરાભીલની પૂછપરછ કરતાં 7 મહિના પહેલાં તે પોતાની પત્ની અને સાસુ-સસરા સાથે મંડાળા ગામની સીમમાં જશભાઈ પટેલના ખેતરમાં ખેતીકામ માટે ગયા હતા.

ત્યારબાદ 3 મહિના બાદ વધુ માણસોની જરૂર હોવાથી તેના સસરાની બીજી 2 દીકરીઓને પણ ખેતીકામ માટે બોલાવી હતી. દરમિયાન (Killed sister-in-law) મૃત્યુ પામનાર કિંજલ અને મુકેશ વચ્ચે પ્રેમસંબંધ બંધાતાં કિંજલને ગર્ભ રહી ગયો હતો. જેથી કિંજલ તેના બનેવી મુકેશને અવાર-નવાર લગ્ન કરવાનું જણાવતી અને જો લગ્ન નહીં કરે તો પિતાને જણાવી દઈશ તેમ કહેતાં બંને વચ્ચે ઝઘડો થતો હતો.

આખરે મુકેશ ડુંગરાભીલે કંટાળી જઈને સાળી કિંજલને મારી નાખવાનું નક્કી કર્યું હતું. તેને ચોરી છુપીથી ખેતરમાં બોલાવીને તેનું ગળુ દબાવી અને દુપટ્ટા વડે ગળે ટૂંપો આપી તેની હત્યા કરી હતી. પોલીસે હત્યારા મુકેશ ડુંગરાભીલની ધરપકડ કરી લીધી હતી. ડભોઇ પોલીેસે મુકેશ ડુંગરા ભીલ વિરુદ્ધ ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

આ પણ વાંચો..Board exam 2022 will start from tomorrow: કોરોના બાદ પ્રથમવાર ધો.10-12ના કુલ 14,98,430 વિદ્યાર્થીઓ આપશે પરીક્ષા- વાંચો વિગત

Gujarati banner 01