Mahamandaleshwar haricharan das ji

Mahamandaleshwar haricharan das ji: ગોંડલના સંત 1008 મહામંડલેશ્વર હરિચરણદાસજી મહારાજ બ્રહ્મલીન થયા- વાંચો વિગત

Mahamandaleshwar haricharan das ji: હરિચરણદાસજીએ 100 વર્ષની ઉંમરે સવારે 4 વાગ્યા આસપાસ અંતિમ શ્વાસ લીધા હતા

રાજકોટ, 28 માર્ચઃMahamandaleshwar haricharan das ji: ગોંડલના સંત 1008 મહામંડલેશ્વર હરિચરણદાસજી મહારાજ બ્રહ્મલીન થયા છે. બાપુના દેવલોકગમનથી હજારો ભક્તોમાં શોકનું મોજું ફરી વળ્યું છે. આ માઠા સમાચાર મળતાં જ મોટી સંખ્યામાં ગુરુભાઈઓ સહિત તેમના ભક્તો દર્શન માટે ઊમટ્યા છે.મળતી માહિતી પ્રમાણે, હરિચરણદાસજીએ 100 વર્ષની ઉંમરે સવારે 4 વાગ્યા આસપાસ અંતિમ શ્વાસ લીધા હતા.

સવારે 8 વાગ્યાથી તેમના પાર્થિવદેહને મંદિરમાં અંતિમ દર્શન માટે રાખવામાં આવ્યો છે. ત્યાર બાદ ગોરા આશ્રમમાં લઇ જવામાં આવશે, જ્યાં આવતીકાલે સવારે અંતિમ વિધિ કરવામાં આવશે. ભારતીય ક્રિકેટર ચેતેશ્વર પૂજારા ગુરુ માનતો હતો.ક્રિકેટર ચેતેશ્વર પૂજારા ગોંડલ રામજી મંદિરના મહંત એવા હરિચરણદાસ બાપુમાં કેટલી શ્રદ્ધા ધરાવે છે. ચેતેશ્વર જ્યારે પણ ટીમ ઇન્ડિયા માટે રમવા જાય છે. ત્યારે તે સૌપ્રથમ સિરીઝની શરૂઆત થતાં પહેલાં પરિવાર સાથે જઈ હરિચરણદાસ બાપુના આશીર્વાદ જરૂર લે છે. પોતાનો જન્મદિવસ હોય કે પોતાની પત્નીનો જન્મદિવસ હોય કે પછી પોતાની લગ્નની વર્ષગાંઠ હોય કે પછી ગુરુ પૂર્ણિમા.

આ પણ વાંચોઃ Paper leak: વન રક્ષક ભરતી પરીક્ષામાં પેપર ફુટવા મામલે AAP યુથ વિંગ આપશે આવેદન પત્ર

ચેતેશ્વર પૂજારા હરિચરણદાસ બાપુના આશીર્વાદ ચોક્કસ લે છે તો સાથે જ તેમનું પૂજન-અર્ચન કરી તેમની આરતી પણ ઉતારે છે.બાપુનું મૂળનામ હરિશ્ચંદ્ર મિસરાજ હતું. ઇસવીસન 1921માં ચૈત્ર સુદ 6ના દિવસે બિહારના પંજરવામાં જન્મ થયો હતો. ત્યાર બાદ 1955માં ગુરુદેવ રણછોડદાસજીની આજ્ઞાથી ગોંડલમાં આશ્રમનું સંચાલન શરૂ કર્યું હતું.

છેલ્લાં 70 વર્ષથી તેઓ અહીં રહી સેવા કરી રહ્યા છે. 34 વર્ષની યુવાન વયે બાપુએ આશ્રમનું સંચાલન હાથમાં લીધું હતું. તેમના ગુરુજી સદગુરુ દેવ રણછોડદાસજી મહારાજના સાંનિધ્યમાં સરિયુ નદીના કિનારે ભજન કરતા હતા.ગોંડલમાં રહીને બાપુએ અનેક સેવાકીય કાર્યો કર્યા હતા, જેમાં ગોંડલમાં રામજી મંદિર બંધાવ્યું હતું. ત્યાર બાદ રામ સાર્વજમિક હોસ્પિટલની પણ સ્થાપના કરી હતી. પાંડુકેશ્વર, ઋષિકેશ, ઇન્દોર, કર્ણપ્રયાગ, બનારસ, ગોરા નર્મદા તટે સાધન-ભજન અને માનવસેવાની જ્યોત જલાવી હતી.

આ પણ વાંચોઃ Board exam 2022 will start from tomorrow: કોરોના બાદ પ્રથમવાર ધો.10-12ના કુલ 14,98,430 વિદ્યાર્થીઓ આપશે પરીક્ષા- વાંચો વિગત

Gujarati banner 01
દેશ કી અવાજના તમામ સમાચાર ફેસબુક પર મેળવવા માટે લાઈક કરો.