gopal italia

Paper leak: વન રક્ષક ભરતી પરીક્ષામાં પેપર ફુટવા મામલે AAP યુથ વિંગ આપશે આવેદન પત્ર

Paper leak: ભાજપના રાજમાં પેપર ફૂટવા એ સામાન્ય બાબત :- પ્રવીણ રામ

ગાંધીનગર, 27 માર્ચઃ Paper leak: આજ રોજ લેવાયેલી વન રક્ષક ભરતી વગઁ-૩ ની પરીક્ષામાં ઉનાવાની મીરા દાતાર સવોઁદય વિધાલય માંથી પેપર ફુટવાનો જે સમગ્ર મામલો સામે આવ્યો છે. તે બાબતે આ સમગ્ર મામલાની યોગ્ય અને સધન તપાસ થાય તેમજ તાત્કાલીક પણે આ ગુનેગારોને પકડવામાં આવે ને જલ્દીથી જવાબદારો પર કડક કાયઁવાહી કરવામાં આવે એવી માંગ સાથે AAP યુથ વિંગ ગુજરાતના તમામ જીલ્લાઓમાં કલેક્ટર મારફતે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલને આવેદનપત્ર પાઠવશે.

Paper leak: પેપર ફૂટવા મામલે આમ આદમી પાર્ટી પ્રદેશ યુવા પ્રમુખ પ્રવીણભાઈ રામની પ્રતિક્રિયા આપતા કહ્યું કે, હવે તો હદ થઇ ,હવે પેપર નિષ્પક્ષ પણે આ સરકારથી ના લઈ શકાતા હોય તો ઢાકણીમાં પાણી લઈને ડૂબી મરવું જોઈએ. તમારાથી નિષ્પક્ષપણે આયોજન ના થતું હોય તો અમારા જેવા યુવાનો આ પરીક્ષાઓનું સફળતાપૂર્વક આયોજન કરવા તૈયાર છે. ભાજપ માટે હવે કોઈ સારા શબ્દો બચ્યા નથી.

વનરક્ષકની પરીક્ષાના પેપર ફુટ્યાના સમાચારોને લઇને AAP ગુજરાત પ્રદેશ પ્રમુખ ગોપાલ ઇટાળીયાએ આપી તિખી પ્રતિક્રીયા.

Advertisement

આ પણ વાંચોઃ Board exam 2022 will start from tomorrow: કોરોના બાદ પ્રથમવાર ધો.10-12ના કુલ 14,98,430 વિદ્યાર્થીઓ આપશે પરીક્ષા- વાંચો વિગત

આ પણ વાંચોઃ Haunted Mobile Number: વિશ્વનો સૌથી અનલકી મોબાઈલ નંબર જેને પણ મળ્યો તેનુ થયુ મોત

Gujarati banner 01

Advertisement