Arvalli

Maru gaam corona mukat gaam: અરવલ્લી જિલ્લામાં વધતા કોરોના સંક્ર્મણ ને કારણે હવે આ તાલુકાના ગામડાના લોકો જાગૃત થયાં..!

કોરોનાનું સંક્ર્મણ પણ ઘટાડવામાં મદદરૂપ નીવડી શકશે આ ઉપરાંત ગામ(Maru gaam corona mukat gaam)માં ઉકાળાના વિતરણ નું પણ આયોજન કરવામાં આવ્યું હતું

અહેવાલઃ રાકેશ ઓડ

અરવલ્લી, 12 મેઃMaru gaam corona mukat gaam: કોરોના ની વૈશ્વિક સમસ્યાને પોહચી વળવા માટે મારું ગામ કોરોના મુક્ત ગામ(Maru gaam corona mukat gaam) અંતર્ગત એક અભિયાન હાથ ધરી ગામમાં જ પ્રાથમિક શાળામાં આસોલેશન વોર્ડ બનાવાની કામગીરી શરૂ કરી છે ત્યારે વાત કરવામાં આવેતો ભિલોડા તાલુકામાં ગ્રામ્ય વિસ્તારમાં કોરોના નો કહેર યથાવત છે ત્યારે ભિલોડા વિસ્તારના ઘનોસર, તેમજ ભાણમેર વિસ્તાર કોરોના ના કારણે છેલ્લા કેટલાય સમય થી ભયનો માહોલ જોવા મળ્યો હતો વિસ્તારમાં કોરોના ના કારણે ગણા લોકો સંક્રમિત થયાં હતા અને મૃત્યુ પણ પામ્યા હતા.

Whatsapp Join Banner Guj

ત્યારે આવી પરિસ્થિમાં ડર રાખ્યા વિના એક ઉમદા કાર્ય કરવા માટે ભાણમેર તાલુકા પંચાયત ના સદસ્ય અનિલભાઈ હડુલા દ્વારા લોકોને જાગૃત કરી ડર રાખ્યા વગર તાત્કાલિક રીતે શાળાની અંદર સરપંચ, પંચાયત ના સભ્યો વગેરે સાથે મળી 20 બેડનો આસોલેશન વોર્ડ તૈયાર કર્યો છે જેમાં તમામ પ્રકારની સુવિધા જેવીકે જમવાનું, ફ્રૂટ સામગ્રી, મેડિકલ દવાઓ, તમામ પ્રકારની સુવિધા પુરી પાડતું આસોલેશન વોર્ડ તૈયાર કરેલ છે જે ગામડાઓ ના માટે ફાયદાકારક નીવડી શકશે અને કોરોનાનું સંક્ર્મણ પણ ઘટાડવામાં મદદરૂપ નીવડી શકશે આ ઉપરાંત ગામ(Maru gaam corona mukat gaam)માં ઉકાળાના વિતરણ નું પણ આયોજન કરવામાં આવ્યું હતું

ADVT Dental Titanium

આ પણ વાંચો….

ગુજરાતી સિંગર ગ્રીષ્મા પંચાલે લીધી વેક્સિન(covid vaccine) સાથે ગુજરાતની આપ્યો સંદેશ