Modasa cycle rally

Modasa cycle rally: આઝાદી કા અમૃત મહોત્સવ’ ની ઉજવણીના ભાગ રૂપે ગુજરાતના અરવલ્લી જિલ્લાના મોડાસા ખાતે સાઈકલ રેલીનું આયોજન કરવામાં આવ્યું

Modasa cycle rally: રેલીમાં 76 જેટલા સાયકલિસ્ટે જોડાયા હતા.


અરવલ્લી, ૧૮ ઓગસ્ટ: Modasa cycle rally: ‘આઝાદી કા અમૃત મહોત્સવ’ ની ઉજવણીના ભાગ રૂપે ગુજરાતના અરવલ્લી જિલ્લાના મોડાસા ખાતે સાઈકલ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સાઇકલ રેલીને આંતરરાષ્ટ્રીય રેસ વૉકિંગ ખેલાડી બાબુભાઇ પણુચા તેમજ મોડાસા ટેબલ ટેનિસ એસોસિએશનના પ્રમુખ રૂઝુલ પટેલે લીલી ઝંડી બતાવીને શરૂ કરી હતી. મોડાસા ખાતે આયોજિક સાઇકલ રેલીનું અરવલ્લી જિલ્લા સીનિયર કૉચ કચેરી દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું.

આ પણ વાંચો…

Anti Covid Drug 2DG: ત્રીજી લહેરની સંભાવના વચ્ચે ગુજરાતમાં કોરોનાના દર્દીઓ માટે પાવડર સ્વરુપે બનશે દવા

‘આઝાદી કા અમૃત મહોત્સવ’ ની ઉજવણીના ભાગ રૂપે યોજવામાં આવેલી સાઈકલ રેલીની (Modasa cycle rally) આજ રોજ વહેલી સવારે કોલેજ કેમ્પસ ખાતેથી શરૂઆત થઇ હતી. આ રેલીમાં 76 જેટલા સાયકલિસ્ટે જોડાયા હતા. કોલેજ કેમ્પસથી શરૂ થયેલી સાઇકલ રેલી લક્ષ્મી ટાઉનહોલ, માલપુર રોડ, સહયોગ બાયપાસ, મેઘરજ રોડ સહિતના વિસ્તારોમાં ફરીને કોલેજ કેમ્પસ ખાતે પરત ફરી હતી. આ સાયકલ રેલીમાં શાળા-કોલેજના વિદ્યાર્થીઓ તેમજ શહેરીજનો જોડાયા હતા.

Whatsapp Join Banner Guj