indo american independence celebration

Azadi ka amrut mahotsav in California: દક્ષિણ કેલિફોર્નિયાના ભારતીય અમેરિકન સમુદાય દ્વારા સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી ઉલ્લાસભેર થઇ હતી

આર્સેટિયાના કોમ્યુનિટી સેન્ટર ખાતે યોજાયેલા આઝાદી કા અમૃત મહોત્સવનો (Azadi ka amrut mahotsav in California) પ્રારંભ ભારત અને અમેરિકાના રાષ્ટ્રગીત થી થયો હતો.

કેલિફોર્નિયા, ૧૮ ઓગસ્ટ: Azadi ka amrut mahotsav in California: ભારતના ૭૫મા સ્વાતંત્ર્ય પર્વની અમેરિકામાં રહેતા ભારતીયો દ્વારા પણ ઉલ્લાસભેર ઉજવણી થઇ હતી. દક્ષિણ કેલિફોર્નિયાના ભારતીય અમેરિકન સમુદાય દ્વારા આયોજિત સ્વાતંત્ર્ય પર્વની ઉજવણીના કાર્યક્રમમાં આર્સેટિયા સિટીના મેયર, પૂર્વ મેયર્સ કાઉન્સિલના સભ્યો મહેમાન તરીકે હાજર રહ્ના હતા. આઝાદીના અમૃત મહોત્સવની ઉજવણીમાં ઇન્ડો અમેરિકન કલ્ચરલ સોસાયટી ઓફ નોર્થ અમેરિકા તથા લેબોન હોસ્પિટાલિટી ગ્રુપનો પણ સહયોગ રહ્યો હતો.

આર્સેટિયાના કોમ્યુનિટી સેન્ટર ખાતે યોજાયેલા આઝાદી કા અમૃત મહોત્સવનો (Azadi ka amrut mahotsav in California) પ્રારંભ ભારત અને અમેરિકાના રાષ્ટ્રગીત થી થયો હતો. આ પ્રસંગે યોજાયેલા કાર્યક્રમનું દીપ પ્રાગટ્ય આર્સેટિયાના મેયર રેને ટ્રેવિનો, બે પૂર્વ મેયર્સ, કાઉન્સિલના સભ્યો અતી તાજ તથા ટોની લીમા, ઇન્ડો અમેરિકન કલ્ચરલ સોસાયટી ઓફ નોર્થ અમેરિકાના ચેરમેન પરિમલ શાહ, લેબોન ગ્રુપ હોસ્પિટાલિટીના યોગી પટેલ, જૈન સમાનના રાજેન્દ્ર વોરાના હસ્તે થયું હતું.

મેયર રેને ટ્રેવિનોઍ જણાવ્યું હતું કે, અમને શહેરના ઘણાં ભારતીય અમેરિકન રહેવાસીઓનું પ્રતિનિધિત્વ કરવામાં ગર્વ છે. આ ડિસ્ટ્રીક્ટ લિટલ ઇન્ડિયા બિઝનેસ ડિસ્ટ્રીક્ટ તરીકે પણ જાણીતો છે. ભારતીયોની ઍકમેક સાથે રહેવાની ભાવનાને બિરદાવી હતી સાથે આઝાદી કા અમૃતોત્સવની શુભેચ્છા પાઠવી હતી. ત્રણેય ભૂતપૂર્વ મેયર્સે ભારતીય અમેરિકનો સ્થાનિક સ્તરે અર્થતંત્રમાં ચાવીરૂપ રહ્ના છે. અમને ભારતીયો નું પ્રતિનિધિત્વ કર્યાનું ગૌરવ છે. ઍમ જણાવી ઉમેર્યુ હતું કે, ૨૧મી સદી ભારતીયોની છે. કાર્યક્રમમાં ઉપસ્થિત કાઉન્સિલ સભ્ય અલી તાજ અને ટોની લીમા તથા ઍનાહીમ શહેરના મેયર હેરી સિદ્ધુઍ પ્રાસંગિક પ્રવચન કર્યા હતા.

Azadi ka amrut mahotsav in California

ઇન્ડો અમેરિકન કલ્ચરલ સોસાયટી ઓફ નોર્થ અમેરિકાના ચેરમેન પરિમલ શાહે ઍમના વ્યક્તવ્યમાં જણાવ્યું હતું કે, ભારત આજે ૭૫મો સ્વાતંત્ર્ય પર્વ ઉજવી રહ્ના છે. તે આપણા સૌ માટે ગૌરવરૂપ છે. ભારતે મુશ્કેલ સંજાગોમાં લોકતંત્રનું સંવર્ધન કર્યુ છે. ઍ વિશ્વના અનેક દેશો માટે પ્રેરકરૂપ છે.

Anti Covid Drug 2DG: ત્રીજી લહેરની સંભાવના વચ્ચે ગુજરાતમાં કોરોનાના દર્દીઓ માટે પાવડર સ્વરુપે બનશે દવા

Azadi ka amrut mahotsav in California: ઇન્ડો અમેરિકન કલ્ચરલ સોસાયટીના પ્રેસિડેન્ટ તથા લેબોન હોસ્પિટાલિટી ગ્રુપના યોગી પટેલે જણાવ્યું હતું કે, ભારતનો આઝાદીનો અમૃતોત્સવ ઍ માત્ર ભારત જ નહીં, વિશ્વ માટે પણ આનંદના અવસરરૂપ છે. ઘણાં બધાં ­દેશ, ભાષા, જ્ઞાતિ, કોમ, ધર્મ, સં­દાય ધરાવતો ભારત દેશ આઝાદીના ૭૪ વર્ષ પૂરા કરી ૭૫મા વર્ષમાં પ્રવેશ્યો છે ઍ ભારતવાસીઓ માટે વિરલ સિદ્ધિ અને વિશ્વ માટે પ્રેરક રૂપ છે.

ઍક સમયે પરાધીન રહેલો દેશ ભારત આજે આત્મનિર્ભર બનવા તરફ આગળ ધપી રહ્ના છે. ભારતે અનેક ક્ષેત્રે ­ગતિ કરી છે. આજે ઍવું કોઇ ક્ષેત્ર નથી કે ભારતની જેમાં હાજરી ન હોય. ઍક સમયે અન્ની અછત ધરાવતો દેશ ભારત આજે ઍ બાબતમાં સ્વનિર્ભર બન્યો છે. અન્નથી અવકાશ સુધી ભારતે અનેક સિદ્ધિ હાંસલ કરી છે. ભારતીયો વૈશ્વિક પ્રવાસી રહ્ના છે. ઍ જ્યાં પણ ગયા છે ત્યાંના વિકાસમાં ભારતીયોના ફાળો રહ્યો છે. કોરોનાકાળમાં વિકસિત દેશોના તુલનામાં ભારતની સ્થિતિ ઘણીબધી સારી કહી શકાય ઍવી રહી છે.

આજે વડા ­ધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ઘણા કાર્યો થઇ રહ્ના છે. ૭૫ મા આઝાદી દિને ભારતવાસીઓને શુભેચ્છા કે જયાં હજુ વિકાસ ખૂટે છે ઍ પરિપૂર્ણ થાય.
સ્વાતંત્ર્ય પર્વની ઉજવણીમાં ગુજરાતના ગરબા સહિત ભારતના વિવિધ રાજ્યોની સંસ્કૃતિ રજૂ કરતાં કાર્યક્રમો થયા હતા. જે વાસુ પવાર દ્વારા તૈયાર કરવામાં આવ્યા હતા. કાર્યક્રમમાં અશોક પટનાયક, હરખ વાસા, નલિનીબેન સોલંકી, અંજુ ગર્ગ, ચારુ શ્રિનિવાસન સહિત અન્ય વ્યક્તિઅનો સહયોગ રહ્યા હતો.

Whatsapp Join Banner Guj