Anti Covid Drug 2DG

Anti Covid Drug 2DG: ત્રીજી લહેરની સંભાવના વચ્ચે ગુજરાતમાં કોરોનાના દર્દીઓ માટે પાવડર સ્વરુપે બનશે દવા

Anti Covid Drug 2DG: ગુજરાતના ફુડ એન્ડ ડ્રગ્સ કંટ્રોલર ડો.એચ.જી.કોશિયાએ જણાવ્યું કે, ટુ – ડીજી એન્ટી કોવિડ ડ્રગ્સ છે જે કોરોનાના માઇલ્ડ લક્ષણો ધરાવતાં દર્દીઓ માટે ઉપયોગી બનશે

અમદાવાદ, 18 ઓગષ્ટઃ Anti Covid Drug 2DG: ગુજરાતમાં પ્રથમવાર એન્ટી કોવિડ ડ્રગ્સ ૨- ડીજીનું ય ઉત્પાદન થવા જઇ રહ્યુ છે. ભારતીય લશ્કરની પાંખ ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઓર્ગેનાઇઝેશને શોધેલી દવાની ફોર્મ્યુલા આધારે કોરોનાના માઇલ્ડ લક્ષણો ધરાવતા દર્દીઓ માટે ૨-ડીજી દવાનું ગુજરાતમાં ઉત્પાદન થશે.પહેલીવાર એવુ થશે કે, કોરોનાની દવા પાવડર સ્વરુપે મળશે.  ટૂંક જ સમયમાં ગુજરાતમાં કોરોનાની આ દવાનુ ઉત્પાદન શરૂ થઇ જશે.

ટુ ડીઓક્સી-ડી ગ્લુકોઝ જેને ટુ-ડીજીના નામે ઓળખાય છે.એન્ટીવાયરલ ડ્રગ્સ તરીકે ઓળખ ધરાવતા ડ્રગ્સ ટુ-ડીજીનો ઘણો ઓછો વપરાશ થતો હતો પરિણામે આ કેમિકલને ૨૦૧૮ની યાદીમાંથી બાદબાકી કરી દેવામાં આવી હતી. પણ ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઓર્ગેનાઇઝેશનને ટુ ડીજીનો પુઃન ઉપયોગ કરવા નક્કી કર્યુ હતું અને વધુ સંશોધન કરતાં માલુમ પડયુ કે, ટુ ડીજી કોરોનાની સારવાર ઉપયોગી સાબિત થઇ શકે છે. ડીઆરડીઓએ પ્રથમ તબક્કામાં હેદરાબાદની ડો.રેડ્ડી લેબોરેટરીને દવાની ફોર્મ્યુલા આપી હતી. 

આ પણ વાંચોઃ Afghanistan crisis: તાલિબાની મુલકમાંથી ભારત આવવા ઇચ્છતા ભારતીયો માટે નવા ઇ-વિઝા ટાઇપ શરૂ- વાંચો વિગત

ગુજરાતના ફુડ એન્ડ ડ્રગ્સ કંટ્રોલર ડો.એચ.જી.કોશિયાએ જણાવ્યું કે, ટુ – ડીજી એન્ટી કોવિડ ડ્રગ્સ છે જે કોરોનાના માઇલ્ડ લક્ષણો ધરાવતાં દર્દીઓ માટે ઉપયોગી બનશે. કેન્દ્રીય ફુડ એન્ડ ડ્રગ્સ કંટ્રોલરે ગુજરાતમાં વડોદરાની બે ફાર્માસ્યુટિકલ કંપનીઓએ મંજૂરી આપી છે. ડીઆરડીઓએ ગુજરાતની આ ફાર્મા કંપનીઓેને ડ્રગ્સ ફોર્મ્યુલા આપી છે તે આધારે હવે ગુજરાતમાં એન્ટી કોવિડ દવાનુ ઉત્પાદન થશે. ગુજરાત ફુડ એન્ડ કંટ્રોલરની ટીમો ફાર્મા કંપનીઓનું સ્થળ ઓડિટ સહિતની ચકાસણી કરશે ત્યાર બાદ દવાના ઉત્પાદનની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. 

અત્યાર સુધી કોરોનાના દર્દીઓની સારવારમાં ટેબ્લટે-ઇન્જેકશનનો ઉપયોગ કરાતો હતો પણ હવે પહેલીવાર પાવડર સ્વરુપે દવા બજારમાં આવશે. કોરોનાના માઇલ્ડ લક્ષણો ધરાવતા દર્દીઓ પાણીમાં પાવડર નાંખી દવા લઇ શકશે જેથી દર્દીની ઇમ્યુનિટીમાં વધારો થશે.

આ પણ વાંચોઃ Petrol diesel rate: પેટ્રોલ ડિઝલના ભાવને લઇ નાણામંત્રીએ આપી મહત્વની જાણકારી- વાંચો વિગત

Whatsapp Join Banner Guj