Mufti Azhari Arrested

Mufti Azhari Arrested: મુંબઈથી ગિરફ્તાર થયેલ મુફ્તી સલમાન અઝહરી પહોંચ્યો અમદાવાદ, વાંચો સમગ્ર મામલો

Mufti Azhari Arrested: મુફ્તી સલમાન અઝહરીને જૂનાગઢની કોર્ટમાં રજૂ કરવામાં આવશે

અમદાવાદ, 05 ફેબ્રુઆરીઃ Mufti Azhari Arrested: જૂનાગઢમાં ભડકાઉ ભાષણ આપવાના આરોપમાં ગુજરાત ATSએ મુંબઈથી મૌલાના મુફ્તી સલમાન અઝહરીની ધરપકડ કરી છે. કહેવામાં આવી રહ્યું છે કે, એટીએસ છેલ્લા ઘણા દિવસોથી તેને શોધી રહી હતી. ગુજરાત ATSને બે દિવસના ટ્રાન્ઝિટ રિમાન્ડ મળતા મૌલાનાને મુંબઈથી અમદાવાદ લાવવામાં આવ્યો છે.

મળેલ માહિતી પ્રમાણે, મુફ્તી સલમાન અઝહરીને એટીએસ હેડ ક્વાર્ટર ખાતે લઈ આવ્યા છે. હવે મૌલાનાને અહીંથી જૂનાગઢ લઈ જવામાં આવશે. ત્યારબાદ જૂનાગઢ પોલીસ મૌલાનાને કોર્ટમાં રજૂ કરવામાં આવશે. બીજી તરફ ધરપકડ બાદ મૌલાનાના હજારો સમર્થકો રસ્તા પર ઉતરી આવ્યા હતા. સમર્થકોએ ઘાટકોપર પોલીસ સ્ટેશનનો ઘેરાવ કર્યો અને તેમની તાત્કાલિક મુક્તિની માંગણી શરૂ કરી.

જાણો શું છે સમગ્ર મામલો

જણાવી દઈએ કે, 31મી જાન્યુઆરીએ જૂનાગઢ ખાતે મુસ્લિમ સમાજના વ્યસનમુક્તિ માટેના જાહેર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં મૌલાના મુફ્તી સલમાન અઝહરી દ્વારા ભડકાઉ ભાષણ કરવામાં આવ્યુ હતું. આ ભાષણની કેટલીક ક્લિપ જોતજોતામાં વાયરરલ થઇ ગઇ હતી. ત્યારબાદ જુનાગઢ બી ડીવિઝનમાં સભામાં ભડકાઉ ભાષણ કરતાં ફરિયાદ નોંધાઈ હતી

આ પણ વાંચો…. GFI TOUR 2024: ભૂપેન્દ્ર પટેલે ગોલ્ફ ફેડરેશન ઓફ ઇન્ડિયા દ્વારા આયોજિત GFI TOUR 2024નો આરંભ કરાવ્યો

Gujarati banner 01
દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો