Narmada Dam Overflow

Narmada Dam Overflow : ભરૂચમાં નર્મદાના જળસ્તર ભયજનક સપાટી નજીક, 300 લોકોને સ્થળાંતર કરાયું, શાળામાં રજા જાહેર

Narmada Dam Overflow : નર્મદા કાંઠાના 7 ગામો તથા દેવ અને નર્મદા ડેમમાંથી પાણી વડોદરાના 19 ગામ એલર્ટ પર મૂકાયા

ભરુચ, 17 ઓગષ્ટઃ Narmada Dam Overflow : નર્મદાના જળસ્તર ભયજનક સપાટી નજીક પહોંચી છે. નીચાણવાળા વિસ્તારોમાંથી વહીવટી તંત્ર સ્થળાંતરની કામગીરી શરૂ કરાઈ છે. નર્મદા ડેમમાંથી 5 લાખ ક્યુસેક પાણી છોડાઈ રહ્યું છે, જેથી ભરૂચ શહેરમાંથી કુલ 300 લોકોનું સ્થળાંતર કરવાની જરૂર પડી છે. નર્મદાની વધતી સપાટી પર તંત્રની ચાંપતી નજર છે. જેથી નીચાણવાળઆ વિસ્તારોમાં આવેલી શાળાઓમાં તંત્ર દ્વારા રજા જાહેર કરાઈ છે. તો ઐતિહાસિક ગોલ્ડન બ્રિજની સપાટી 24 ફૂટને પહોંચી ગઈ છે. ગોલ્ડન બ્રિજની ભયજનક સપાટી 24 ફૂટ છે. 

ભરૂચમાં નર્મદાના જળસ્તર ભયજનક સપાટીએ સતત વધી રહ્યાં છે. જેને પગલે ગોલ્ડન બ્રિજ પાસેના ઝૂંપડપટ્ટી અને દાંડિયા બજારમાં પાણી ઘુસ્યા છે. સરદાર સરોવર નર્મદા ડેમની જળ સપાટી 134.32 મીટર પહોંચી છે. પાણીની આવક 5,93,749 ક્યુસેક નોંધાઈ છે. ઉપરવાસના ઇન્દિરા સાગર અને ઓમકારેશ્વર ડેમમાંથી સતત પાણી છોડાતા આવક વધી છે. 23 દરવાજા 3.25 મીટર ખોલી 5,00,000 ક્યુસેક અને રીવરબેડ પાવરહાઉસ ના 6 ટર્બાઇન મારફતે 44,462 ક્યુસેક નદીમાં છોડાઈ રહ્યું છે. અત્યાર સુધી નદીમાં કુલ જાવક 5,44,462 ( દરવાજા પાવરહાઉસ) ક્યુસેક રહેશે. કેનાલ હેડ પાવરહાઉસમાંથી 18,605 ક્યુસેક પાણી કેનાલમાં છોડાઈ રહ્યું છે. ડેમમાં પાણીનું લાઈવ સ્ટોરેજ 4400.2 mcm છે. 

આ પણ વાંચોઃ Nag darshan at somnath:શ્રાવણ કૃષ્ણ પંચમી નિમિત્તે સોમનાથ મહાદેવને નાગ દર્શનનો શણગાર કરવામાં આવ્યો..

તો બીજી તરફ, દેવ અને નર્મદા ડેમમાંથી પાણી વડોદરાના 19 ગામ એલર્ટ પર મૂકાયા છે. ડેમમાં પાણી છોડાતા ડભોઈના ગામના લોકોની ચિંતા વધી છે. દેવ ડેમમાંથી ગત મોડી રાત્રે 2894 ક્યૂસેક પાણી છોડાયું છે. આવામાં યાત્રાધામ ચાંદોદના મહાલરાવ ઘાટના 108 માંથી 17 પગથિયા બાકી રહ્યાં છે. નર્મદા કાંઠા વિસ્તારના પણ 7 ગામને એલર્ટ કરાયા છે. સરદાર સરોવરમાંથી પાણી છોડાતા નર્મદા નદી ગાંડીતૂર બની છે. દંગીવાળા, નારણપુરા, અમરેશ્વર, બનૈયા, પ્રયાગપુરા, અંગુઠણ સહિતના ગામોને સાવચેત રહેવા સૂચના અપાઈ છે. 

નોંધનીય છે કે, ગુજરાતમાં હજુ પણ 4 દિવસ ભારે વરસાદની આગાહી છે. આજે અને કાલે ભારેથી અતિભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. બનાસકાંઠા, પાટણ, કચ્છ, વલસાડ, દમણ અને દાદરાનગર હવેલીમાં ભારે વરસાદની આગાહી છે. તો રાજ્યના કેટલાક વિસ્તારોમાં અતિભારે વરસાદ પડી શકે છે. જેમાં નવસારી, સુરત, તાપી, ડાંગ, મહેસાણા, અરવલ્લી, મહીસાગરમાં પણ અતિ ભારે વરસાદની આગાહી છે. સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારો જેમ કે, સુરેન્દ્રનગર, મોરબી, જામનગર, અમરેલી, ગીર સોમનાથ અને દ્વારકામાં ભારેથી અતિભારે વરસાદની આગાહી છે. અમદાવાદમાં પણ હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે.

આ પણ વાંચોઃ Whatsapp new feature: WhatsApp માં આવ્યું ખુબ જરૂરી ફીચર્સ,હવે ડિલીટ થયેલા મેેસેજને રિકવર કરી શકશો- વાંચો વિગત

આ પણ વાંચોઃ Randhan chhath 2022: આજે રાંધણ છઠ્ઠ, આ વ્રત-પર્વનું ધાર્મિક મહત્ત્વ, પૂજાવિધિ અને કથા

Gujarati banner 01