Amitabh Bachchan Sooraj Barjatya edited

New Film: રાજશ્રી બેનરમાં જોવા મળશે મહાનાયક, પહેલી વખત અમિતાભ બચ્ચન અને સૂરજ બડજાત્યા એકસાથે કરશે બંને સાથે કામ કરવા ઉત્સાહિત

New Film

બોલિવુડ ડેસ્ક, 26 ફેબ્રુઆરીઃ રાજશ્રી બેનરના ડાયરેક્ટર પ્રોડ્યુસર સુરજ બડજાત્યા ફિલ્મ બનાવવા જઇ રહ્યાં છે. જેમાં અમિતાભ બચ્ચન જોવા મળશે. અમિતાભ બચ્ચન કારકિર્દીમાં પ્રથમ વખત સૂરજ બડજાત્યા સાથે ફિલ્મ(New Film) કરવાના છે. પરિણામે બિગ બી અને બડજાત્યા બન્ને સાથે કામ કરવા ઉત્સાહિત છે. આ ફિલમ્માં અમિતાભ બચ્ચન સાથે બીજા પણ દમદાર કલાકાર સાથે કામ કરશે. બડજાત્યાની આ ફિલ્મનું નામ ઊંચાઇ છે. જેમાં અમિતાભની સાથે બોમન ઇરાની, અનુપમ ખેર પણ જોવા મળવાના છે.

Whatsapp Join Banner Guj

આ ઉપરાંત અન્ય એક કલાકાર પણ જોડાશે. સૂરજ સાથે જોડાયેલા સૂત્રે જણાવ્યું હતુ કે, આ ફિલ્મની વાર્તા મિત્રતા પર આધારિત છે. આ ત્રણેય અભિનેતાઓ મિત્ર તરીકે રૂપેરી પડદે જોવા મળવાના છે. આ ફિલ્મ સૂરજ બડજાત્યા પોતાના જીવનના અંગત અનુભવોના આધારિત બનાવી રહ્યા છે.

Whatsapp Join Banner Guj

ફિલ્મ ઊંચાઇનું શૂટિંગ સપ્ટેમ્બર ૨૦૨૧થી શરૂ કરવાની યોજના છે. ફિલ્મનું શૂટિંગ ચાર-પાંચ મહિનામાં પુરુ થઇ જશે એવી આશા છે. ફિલ્મને ૨૦૨૨માં રિલીઝ કરવાનો પ્લાન છે. જોકે આ ફિલ્મ કયા લોકેશન પર શૂટ કરાશે તેની માહિતી મળી નથી. હાત તો આ ફિલ્મનું શૂટિંગ કઈ તારીખથી શરી થશે તે માહિતી મળી નથી. આશા છે કે દર્શકોને આ ફિલ્મ જલ્દી જોવા મળશે.

આ પણ વાંચો…

વાંસની ખેતી(Bamboo cultivation) કરનારા ખેડૂતોને પ્રોત્સાહન આપવા સરકાર આપશે અરડા પૈસા- વાંચો સંપૂર્ણ માહિતી