JMC office 2

જામનગર ભૂગર્ભ ગટર શાખાના ઇજનેરની ગેરકાયદે ભરતીના મુદ્દે કમિશ્ર્નરને નોટીસ…

JMC office 3

નીતિ-નિયમોને નેવે મુકી કરાયેલી કાર્યવાહીના મામલામાં ગુજરાત હાઇકોર્ટે ફટકારી નોટીસ

રિપોર્ટ:જગત રાવલ

૨૮ ઓગસ્ટ,જામનગર મનપાના ડ્રેનેજ વિભાગમાં કાર્યપાલક ઇજનેરની ગેરકાયદે ભરતી મુદે કમિશ્નરને હાઇકોર્ટે નોટીસ ફટકારી છે. અન્યાય થતાં ઉમેદવારે હાઇકોર્ટમાં અરજી કરી હતી. ડ્રેનેજ વિભાગમાં નિયમો નેવે મૂકી કાર્યપાલક ઇજનેરની ભરતી મુદે જે તે સમયે ભારે વિવાદ થયો હતો. જામનગર મહાનગરપાલિકામાં ડ્રેનેજ વિભાગમાં કાર્યપાલક ઇજનેરની ભરતી નિયમો નેવે મૂકી કરવામાં આવતા જે તે સમયે ભારે હોબાળો થયો હતો. કાર્યપાલક ઇજનેરની ભરતી પ્રક્રિયામાં પરીક્ષાનું રેકોર્ડીંગ, લાયકાત સહીતના નિયમોની અવગણના કરવામાં આવી હતી.

JMC office 2

આ મુદે સામાજીક કાર્યકર દ્વારા સરકારના શહેરી વિકાસ વિભાગમાં રજૂઆત કરવામાં આવી હતી. આથી શહેરી વિકાસ વિભાગે જોગવાઇ વિરૂધ્ધ અને સેટઅપ મંજૂર થયું ન હોય આ ભરતી કરાઈ હોવાનું જણાવી ભરતી રદ કરવા મનપાના કમિશ્નરને પત્ર પાઠવ્યો હતો. ભરતીમાં અન્યાય થતાં ભાર્ગવ નામના ઉમેદવારે હાઇકોર્ટમાં અરજી કરી હતી. જે ચાલી જતાં ભાર્ગવના વકીલની રજૂઆતો ધ્યાને લઇ હાઇકોર્ટે ડ્રેનેજ વિભાગમાં કાર્યપાલક ઇજનેરની ભરતીમાં સૂચનાઓનું પાલન ન કરાયું હોવાનું જણાવી કમિશ્નરને નોટીસ ફટકારી છે.