1552645849 pakistan railways minister twitter 1566562433 1

પાકિસ્તાન(pakistan)ના મંત્રીનું શરમજનક નિવેદન, કહ્યું- પડ્યા પડ્યા ખરાબ થતા હતા ટીયર ગેસ, એટલે કર્યુ ટેસ્ટિંગ

pakistan

નવી દિલ્હી, 15 ફેબ્રુઆરીઃ પાકિસ્તાન(pakistan) પોતાના આતંકવાદ સાથે શરમજનક, હાસ્યાસ્પદ નિવેદનો માટે પણ જાણીતું છે. ઇમરાન સરકારના મંત્રી શેખ રસિદ અવરનવાર ચર્ચામાં રહેવા માટે આડેધડ નિવેદન આપી દે છે. હવે શેખ રસિદ પાકિસ્તાનમાં સેલેરી વધારવાને લઇ પદર્શન કરી રહેલા સરકારી કર્મચારીઓને લઇને નિવેદન આવ્યું છે.

હાલમાં જ પોતાના વિવાદાસ્પદ નિવેદનોને કારણે સતત ચર્ચામાં રહેતા પાકિસ્તાન સરકારના મંત્રી શેખ રશિદ અહેમદે ફરી એક વખત માત્ર વિવાદિત જ નહીં પરમતુ શરમજનક નિવેદન આપ્યું છે. પાકિસ્તાનામાં પગાર વધારાની માંગ સાથે પ્રદર્શન કરી રહેલા કર્મચારીઓ ઉપર ટીયર ગેસના શેલ છોડવામાં આવ્યા છે. જેના બચાવમાં તેમણે કહ્યું કે છેલ્લા ઘણા સમયથી આ ટીયર ગેસના શેલ પડ્યા હતા. જે પડ્યા પડ્યા ખરાબ ના થઇ જાય તે માટે તેની ટેસ્ટીંગ જરુરી હતી.

Whatsapp Join Banner Guj

આ વાત તેમણે રાવલપિંડીમાં એક કાર્યક્રમ દરમિયાન કરી છે. તેમણે કહ્યું કે પોલીસે થોડા ટીયર ગેસના શેલ છોડ્યા, કારણ કે તે જરુરી હતું. આ શેલ ઘણા સમયથી પડ્યા હતા અને તેનો ઉપયોગ પણ થયો નબોતો. જેથી તેના ટેસ્ટીંગ માટે થોડા પ્રમાણમાં પોલીસે તેનો ઉપયોગ કર્મચારો પર કર્યો છે.

તેમણે આગળ કહ્યું કે અસલી સમસ્યા ટીયર ગેસ નથી પરંતુ પગાર છે. જેના કારણે આ મંઘવારીના સમયમાં સરકારી તિજોરી પર અબજો રુપિયાનું ભઆરણ વધશે. ઉલ્લેખનીય છે કે પાકિસ્તાની પોલીસે 10 ફેબ્રુઆરીના દિવસે પગાર વધારેને લઇને પ્રદર્શન કરી રહેલા કર્મચારીઓ પર ટીયર ગેસના શેલ છોડ્યા હતા.

Whatsapp Join Banner Guj

આ પણ વાંચો…

Sweta tiwari Photos: ટીવી એક્ટ્રેસ શ્વેતા તિવારીએ શેર કર્યા સ્વિમિંગ કરતા ફોટો, ફેન્સ કરી રહ્યા છે પસંદ