Haunted Mobile Number

Haunted Mobile Number: વિશ્વનો સૌથી અનલકી મોબાઈલ નંબર જેને પણ મળ્યો તેનુ થયુ મોત

Haunted Mobile Number: ત્રણ લોકોને આ ફોન નંબર ફાળવવામાં આવ્યો હતો, ત્રણેય લોકો ખૂબ જ પીડાદાયક રીતે મૃત્યુ પામ્યા

જાણવા જેવુ, 27 માર્ચઃ Haunted Mobile Number: વિશ્વનો સૌથી અનલકી મોબાઈલ નંબર- આજે અમે તમને દુનિયાના સૌથી અનલકી મોબાઈલ નંબર- અને ભૂતિયા ફોન નંબર વિશે જણાવવા જઈ રહ્યા છીએ. આ તમને જાણીને નવાઈ લાગશે કે જેણે પણ આ ફોન નંબર લીધો છે તેનું મૃત્યુ થઈ ગયું છે.

જે કોઈ પણ વ્યક્તિ તેને લઈ ગયો તેના ઘર સુધી મોત પહોંચી ગયું. છેલ્લા 20 વર્ષથી આ સિલસિલો ચાલી રહ્યો છે. આ ભૂતિયા મોબાઈલ નંબરની સોશિયલ મીડિયા પર જોરદાર ચર્ચા ચાલી રહી છે. અત્યાર સુધી ત્રણ લોકોને આ ફોન નંબર ફાળવવામાં આવ્યો હતો, ત્રણેય લોકો ખૂબ જ પીડાદાયક રીતે મૃત્યુ પામ્યા.

આ પણ વાંચોઃ Another paper leak scandal: રાજ્યમાં વધુ એક સ્પર્ધાત્મક પરીક્ષાના પેપર ફુટ્યાનો દાવો- વાંચો વિગત

આ ફોન નંબર બલ્ગારિયાનો છે. આ ફોન નંબર સૌથી પહેલા Mobitel કંપનીના CEOએ લીધો હતો. તેનું નામ વ્લાદિમીર ગેસનોવ હતું. તેમણે 0888888888 ફોન નંબર પોતાના માટે જાહેર કરાવ્યો હતો. વર્ષ 2000માં તેમને આ ફોન નંબર ઈશ્યૂ કરવામાં આવ્યો હતો. તેના બીજા વર્ષે વ્લાદિમીરનું કેન્સરથી મૃત્યુ થયું. કહેવાય છે કે કેન્સરના કારણે મોતની અફવા ફેલાઈ હતી, જ્યારે મૃત્યુનું સાચું કારણ ફોન નંબર હતો.

આ ફોન નંબર જ તેમના જીવનો દુશ્મન બની ગયો. ત્યાર પછી ડિમેત્રોવ નામના કુખ્યાત ડ્રગ ડીલરે આ નંબરનો ઉપયોગ કરવાનું શરૂ કર્યું. આ નંબર લીધા પછી તરત જ ડિમેત્રોવની હત્યા કરવામાં આવી હતી. ડિમેત્રોવની હત્યા રશિયન માફિયા દ્વારા કરવામાં આવી હતી. ત્યારબાદ આ નંબર બુલ્ગારિયાના જ એક બિઝનેસમેને લીધો હતો. આ પછી વર્ષ 2005માં તેમની પણ હત્યા કરવામાં આવી હતી. તેમણે કોકેઈનની હેરાફેરીનું ઓપરેશન ચલાવતા હતા. વર્ષ 2005 માં ત્રણ મૃત્યુ પછી આ નંબર કાયમ માટે સસ્પેન્ડ કરવામાં આવ્યો હતો.

આ પણ વાંચોઃ Heatwave alert: રાજ્યના આ શહેરોમાં વધશે ગરમીનો પારો- વાંચો ક્યા રહેશે કેટલુ તાપમાન

Gujarati banner 01
દેશ કી અવાજના તમામ સમાચાર ફેસબુક પર મેળવવા માટે લાઈક કરો.