PM road show

PM amdavad road show route: PM મોદીનો આવતી કાલે અમદાવાદમાં નરોડાથી ચાંદખેડા સુધીનો 32 કિમી લાંબો રોડ શો

PM amdavad road show route: પીએમ મોદીનો નરોડાથી ચાંદખેડા સુધી ભવ્ય રોડ શો થશે. બપોરે 3 કલાકે આ રોડ શોની શરુઆત થશે. પ્રથમ તબક્કાનું મતદાન આવતી કાલે છે ત્યારે બીજા તબક્કાની બેઠકો જે અમદાવાદમાં છે તેના પ્રચાર હેતુથી આ રોડ શો કરવામાં આવશે. 

અમદાવાદ, 30 નવેમ્બર: PM amdavad road show route: પીએમ મોદીનો નરોડાથી ચાંદખેડા સુધી ભવ્ય રોડ શો થશે. બપોરે 3 કલાકે આ રોડ શોની શરુઆત થશે. પ્રથમ તબક્કાનું મતદાન આવતી કાલે છે ત્યારે બીજા તબક્કાની બેઠકો જે અમદાવાદમાં છે તેના પ્રચાર હેતુથી આ રોડ શો કરવામાં આવશે. 

પ્રથમ તબક્કાના મતદાનના દિવસે મોદીનો 32 કિમીથી વધુ લાંબો મેગા રોડ-શો અમદાવાદના વિવિધ રુટ પર થવા જઈ રહ્યો છે. મોદીનો મેગા રોડ શો રથયાત્રા કરતા પણ મોટો હોવાનું અનુમાન છે. આખા અમદાવાદને સમાવતા વિવિધ રુટને આવરી લેવાનો પ્રયાસ હાથ ધરાશે. કલાકો સુધી રસ્તાઓ બ્લોક રહેશે. ચૂંટણી દરમિયાન ભાજપ પીએમ મોદીના રોડ શો થકી પ્રચંડ પ્રચાર આવતી કાલે કરશે. નબળી બેઠકો પર સ્થિતિ બદલવા માટે સતત પ્રયાસો થઈ રહ્યા છે ત્યારે આ રોડ શો ખુબ મહત્વનો પ્રચારને લઈને સાબિત થશે. આવતીકાલે અમદાવાદમાં પીએમ મોદી આ મેગા રોડ શો દ્વારા 16 જેટલી વિધાનસભા બેઠકોને આવરી લેશે. 

આ વિસ્તારોને આવરી લેવામાં આવશે 

મોદીનો 32 કિમીનો રોડ-શો અમદાવાદના નરોડાથી શરૂ થઈને બાપુનગર, સીટીએમ, કાંકરિયા, ચંદ્રનગર, હેલ્મેટ, વ્યાસવાડી થઈને ચાંદખેડા સુધી થશે. હજારોની ભીડની સંભાવના વચ્ચે ઘણા રસ્તાઓ બંધ રહેશે. તેથી, જો અમદાવાદીઓ પણ આવતીકાલે થંભી જશે. કાલે મોદી.. મોદી..ના નારા ગૂંજતા જોવા મળશે.

આ પહેલા સુરતમાં 30 કિમી લાંબો રોડ શો થયો હતો 

 નરેન્દ્ર મોદીનો ગુજરાતમાં અત્યાર સુધીનો સૌથી લાંબો રોડ શો હોવાનું અનુમાન પણ લગાવી શકાય છે. અગાઉ સુરતમાં 30 કિલોમીટરનો રોડ શો કરવામાં આવ્યો હતો. ત્યારે હવે અમદાવાદમાં સભાઓ કરવાને બદલે રોડ શો કરવાનો નિર્ણય લીધો છે.  

નરેન્દ્ર મોદીના રોડ શોનો સંભવિત રૂટ

નરોડા ગામ-બેઠક-નરોડા પાટિયા સર્કલ-કૃષ્ણનગર 4 માર્ગ હીરાવાડી-સુહાના રેસ્ટોરન્ટ-શ્યામ શિખર 4 માર્ગ-બાપુનગર 4 માર્ગ-ખોડિયારનગર-BRTS રૂટ બિરાટનગર-સોની ચાલી-રાજેન્દ્ર 4 માર્ગ-રબારી કોલોની-સીટીએમથી -હાટકેશ-4 માર્ગ ખોખરા સર્કલ- અનુપમ બ્રિજ- પંડિત દીન દયાલ ઉપાધ્યાય પ્રતિમા- ફૂટબોલ ગ્રાઉન્ડ- ભુલાભાઈ 4 રસ્તા- દાણીલીમડા 4 રસ્તા- ખોડિયારનગર બહેરામપુરા- ચંદ્રનગર- ધરણીધર 4 રસ્તા- જીવારાજ પાર્ક રોડ, શ્યામલ – હેલ્મેટ 4 રસ્તા, AEC 4 રસ્તા – અખબારનગર 4 રસ્તા – આરટીઓ સર્કલ સાબરમતી પાવર-વિશત- આઇઓસી ચાર રસ્તા ચાંદખેડા.

આ પણ વાંચો:-FSL report on death of rickshaw driver: સાઈનાઈડ સાથેનો દારૂ પીવાથી બંને રીક્ષા ચાલકોના મોત થયાનો ઘટસ્ફોટ

Gujarati banner 01