Junagadh rixa driver death

FSL report on death of rickshaw driver: સાઈનાઈડ સાથેનો દારૂ પીવાથી બંને રીક્ષા ચાલકોના મોત થયાનો ઘટસ્ફોટ

FSL report on death of rickshaw driver: ગાંધીનગરથી એડીજીપી રાજકુમાર પાંડીયન તાબડતોબ જુનાગઢ પહોંચી ગયા હતા.તેઓએ આઈજી કચેરી ખાતે પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું કે પીએમ રિપોર્ટ અને એફએસએલ રિપોર્ટમાં બંનેના શરીરમાંથી ઇથેનોલ અને સાઈનાઈડ ઝેરી મળ્યું છે મિથેનોલની હાજરી મળી નથી.

જૂનાગઢ, 26 નવેમ્બર: FSL report on death of rickshaw driver; જૂનાગઢના ગાંધીચોકમાં કેફી પીણું પીધા બાદ બે રીક્ષા ચાલકોના મોત થયા હતા. તેમનું પીએમ કરવામાં આવ્યું હતું પીએમ રિપોર્ટ મુજબ બંનેના શરીરમાંથી ઇથેનોલ અને સાઈનાઈડ ઝેરના અંશ મળ્યા હતા મિથેનોલના કોઈ અંશ મળ્યા ન હતા. એફએસએલ રિપોર્ટમાં પણ આ બાબતની પુષ્ટિ થઈ હતી. આ ઘટના બાદ ગાંધીનગરથી એડીજીપી જુનાગઢ દોડી આવ્યા હતા અને સમગ્ર મામલો લઠ્ઠાકાંડનો ન હોવાનો ખુલાસો કર્યો હતો હાલ આ બંને રીક્ષા ચાલકોએ ક્યાંથી કેફી પીણું પીધું તે સહિતની બાબતો અંગે પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે.

જૂનાગઢના ઘાંચીપટ વિસ્તારમાં રહેતા રફીકભાઈ હાસમભાઇ ઘોઘારીએ ગાંધીચોક વિસ્તારમાં રીક્ષાસ્ટેન્ડ પાસે બોટલમાંથી કેફી પીણું પીધું હતું. ત્યાર બાદમાં તેની તબિયત લથડી હતી અને તેઓ ત્યાંજ તડફડીયા મારવા લાગ્યા હતા. બાદમાં આ બોટલમાંથી ભરત છગનભાઈ પાટડીયા નામના રીક્ષા ચાલકે પણ કેફી પીણું પીધું હતું ત્યાર બાદ તેની પણ તબિયત લથડી હતી બંનેને સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયા હતા જ્યાં બંનેનું સારવાર દરમિયાન મોત થયું હતું લઠ્ઠા કાંડ સર્જાયાની વાતથી હોસ્પિટલ ખાતે રાજકીય અગ્રણીઓ તેમજ મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા.

જૂનાગઢ સિવિલ હોસ્પિટલ ખાતે મોડી રાત્રિના બંને રીક્ષા ચાલકોનું પીએમ કરવામાં આવ્યું હતું જેમાં બંનેના શરીરમાંથી સાઇનાઇડ અને ઇથેનોલની હાજરી જોવા મળી હતી લઠ્ઠાકાંડ ન હોવા છતાં ગાંધીનગરથી એડીજીપી રાજકુમાર પાંડીયન તાબડતોબ જુનાગઢ પહોંચી ગયા હતા.તેઓએ આઈજી કચેરી ખાતે પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું કે પીએમ રિપોર્ટ અને એફએસએલ રિપોર્ટમાં બંનેના શરીરમાંથી ઇથેનોલ અને સાઈનાઈડ ઝેરી મળ્યું છે મિથેનોલની હાજરી મળી નથી.

આથી આ પ્રકરણમાં લઠ્ઠાકાંડ નથી વૈજ્ઞાનિક દ્રષ્ટિએ જોઈએ તો સાઇનાઇડ એક રસાયણિક એજન્ટ છે તેનું સેવન કરતાની સાથે જ વ્યક્તિ સભાનતા ગુમાવે છે શ્વસનતંત્રમાં લકવો મારી જાય છે અને હૃદયના સ્નાયુઓ અવરોધિત થતા જ મૃત્યુ પામે છે આ એક એવું ઝેર છે જે તત્કાલ મોત આપી શકે છે.

આ પણ વાંચો:-Voting for the first phase of Gujarat assembly elections: પ્રથમ તબક્કાની ગુજરાત વિધાનસભાની ચૂંટણીનું મતદાન આવતીકાલે વહેલી સવારથી શરૂ થવાનું

Gujarati banner 01