PM Modi Inaugurated Several Development Projects in Mehsana

PM Modi Inaugurated Several Development Projects in Mehsana: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુજરાતને 5,950 કરોડની ભેટ આપી, જાણો શું કહ્યુું…

PM Modi Inaugurated Several Development Projects in Mehsana: આ પ્રોજેક્ટ ખેડૂતોને મજબૂત કરશે અને જિલ્લામાં કનેક્ટિવિટીને પ્રોત્સાહન આપશે: પીએમ મોદી

અમદાવાદ, 30 ઓક્ટોબરઃ PM Modi Inaugurated Several Development Projects in Mehsana: બે દિવસીય ગુજરાત મુલાકાતના પ્રથમ દિવસે આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મહેસાણા જિલ્લામાં 5,950 કરોડની અનેક વિકાસ યોજનાઓનું ઉદ્ઘાટન-શિલાન્યાસ કર્યું છે. આ દરમિયાન પીએમ મોદીએ કહ્યું કે, આ પ્રોજેક્ટ ખેડૂતોને મજબૂત કરશે અને જિલ્લામાં કનેક્ટિવિટીને પ્રોત્સાહન આપશે.

સાથે જ પીએમ મોદીએ એમ પણ કહ્યું હતું કે, તેઓ જે પણ વચન આપે છે તે પૂરા કરે છે અને ‘લોકો તેના વિશે જાણે છે.’ પીએમ મોદીએ કહ્યું કે “લોકો જાણે છે કે જ્યારે હું કોઈ પ્રતિજ્ઞા લઉં છું, ત્યારે હું તેને પૂર્ણ કરું છું… દેશ “સ્થિર સરકારના કારણે ઝડપી વિકાસ થાય છે.” આ પહેલા વડાપ્રધાને અંબાજી મંદિરમાં પૂજા અર્ચના કરીને પોતાના પ્રવાસની શરૂઆત કરી હતી.

મહેસાણા રેલીમાં પીએમ મોદીએ કહ્યું કે, આજે 30મી ઓક્ટોબર છે અને આવતીકાલે 31મી ઓક્ટોબર છે, આ બંને દિવસો આપણા માટે ખૂબ જ પ્રેરણાદાયી છે. આજે ગુરુ ગોવિંદજીની પુણ્યતિથિ છે અને આવતીકાલે સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતિ છે. જેમણે આઝાદી માટે લડાઈ લડી અને અંગ્રેજો સામે સખત લડાઈ આપી.

વડાપ્રધાને કહ્યું કે, અમારી પેઢીએ વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા જોઈ. અમે સરદાર પટેલ પ્રત્યે અમારું સર્વોચ્ચ સન્માન વ્યક્ત કર્યું છે. આવનારી પેઢીઓ સરદાર પટેલની પ્રતિમાને જોશે પણ નમશે નહીં, માથું ઉંચુ રાખશે.

પીએમ નરેન્દ્ર મોદીએ મહેસાણામાં કહ્યું કે ઉત્તર ગુજરાતમાં પાણીની સમસ્યા હવે ભૂતકાળ બની ગઈ છે. ઉત્તર ગુજરાતે સુજલામ સુફલામ યોજનાને સફળ બનાવી હતી. સિંચાઈની નવી ટેકનોલોજીના કારણે ખેડૂતો સમૃદ્ધ બન્યા છે.

દરેક ઘરમાં નર્મદા માતાનું પાણી પહોંચી ગયું છે. ઉત્તર ગુજરાતના બટાકા વિશ્વભરમાં પ્રખ્યાત છે. ફ્રેન્ચ ફ્રાઈસ માટે ઉત્તર ગુજરાતના બટાકાની માંગ છે. બનાસકાંઠામાં મેગા ફૂડ પાર્ક બનાવવાનું કામ ચાલી રહ્યું છે. ડેરી મોડલ જોવા માટે દુનિયાભરમાંથી લોકો અહીં આવે છે.

આ પણ વાંચો…. Ekta Diwas Celebration: એકતાનગર ખાતે પ્રધાનમંત્રી કાર્યાલયના મુખ્ય સચિવ ડૉ. પી.કે. મિશ્રા અને અધિક સચિવ હરિરંજન કરાવનું સ્વાગત કરાયું

Gujarati banner 01
દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો