78d73a95 9fa9 4243 bb89 4e925d991b64

Procost: કન્સ્ટ્રક્શન ક્ષેત્રને મજબૂત બનાવવા તથા નવું રુપ આપવા બનાવ્યું કન્સ્ટ્રક્શન મેનેજમેન્ટ સોફ્ટવેર પ્લેટફોર્મ

Procost: કન્સ્ટ્રક્શન ક્ષેત્ર ની પ્રક્રિયાઓને ડિજિટલાઇઝ કરી ને વધુ કાર્યક્ષમ બનાવવા માટે વડોદરા ના ઉદ્યોગ સાહસિકે બનાવ્યું ‘પ્રોકોસ્ટ’ કન્સ્ટ્રક્શન મેનેજમેન્ટ સોફ્ટવેર

વડોદરા, 04 જુલાઇઃ Procost: વડોદરા ની જાણીતી કન્સ્ટ્રક્શન કંપની ‘કોનાર્ટ એન્જીનીયર્સ લિમિટેડ’ ના ડાયરેક્ટર અને ઉદ્યોગ સાહસિક જીમીશ સુરા તથા તેમની ટીમ ના સભ્યો રજત શર્મા અને વિરાટ ફીચડીયા દ્વારા કન્સ્ટ્રક્શન ક્ષેત્ર માં ઉદ્ભવેલા પડકારો ને સોલ્વ કરવા માટે તથા પરંપરાગત બિનકાર્યક્ષમ પ્રક્રિયાઓ ને ડિજિટલાઇઝ કરી ને વધુ કાર્યક્ષમ બનાવવા માટે પોતાના સ્ટાર્ટઅપ અંતર્ગત બનાવ્યું ‘પ્રોકોસ્ટ’ કન્સ્ટ્રક્શન મેનેજમેન્ટ સોફ્ટવેર પ્લેટફોર્મ.

જીમીશ સુરા ના જણાવ્યા અનુસાર, કન્સ્ટ્રક્શન ના વ્યવસાય માં ઘણા બધા રોજિંદા પડકારો નો સામનો કરવામાં આવી રહ્યો હતો, જેમકે મેન્યુઅલ અને બિનકાર્યક્ષમ પ્રક્રિયાઓ અને મોટા ભાગ ના રીસોર્સીસ તથા મટીરીઅલ નો વ્યય, આ બધા પ્રશ્નો નું નિરાકરણ કરવા માટે અમે ક્લાઉડ આધારિત વેબ પ્લેટફોર્મ બનાવ્યું હતું. ખુબ જ ટૂંકા ગાળા માં અમારા ‘પ્રોકોસ્ટ’ પ્લેટફોર્મ પર નોન્ધપાત્ર રીતે યુઝર્સ ની સંખ્યા માં વધારો થયો છે, તદુપરાંત દિપક નાઇટ્રેટ, ટ્રાન્સપેક સિલોક્સ તથા વાસુ ફાર્મા જેવા કોર્પોરેટ્સ ક્લાયન્ટ્સ પણ પ્લેટફોર્મ નો ઉપયોગ જારી રહ્યા છે.

Whatsapp Join Banner Guj

શહેર ની પારુલ યુનિવર્સિટી ના સ્ટાર્ટઅપ ઇન્ક્યુબેશન તથા એક્શેલેટર સેન્ટર એવા ‘વડોદરા સ્ટાર્ટઅપ સ્ટુડિયો’ દ્વારા ઇન્કયુબેટેડ તથા સપોર્ટેડ આ સ્ટાર્ટઅપ દ્વારા પરંપરાગત સેક્ટર ને ડિજિટાઇઝશન કરીને માર્કેટ ગેપ ના પ્રશ્ન ને સોલ્વ કરી રહ્યા છે, અને તે અંગે નો તમામ જરૂરી સપોર્ટ તેઓ વડોદરા સ્ટાર્ટઅપ સ્ટુડિયો ના માધ્યમ થી મેળવી રહ્યા છે.

‘પ્રોકોસ્ટ’ (Procost)એક ક્લાઉડ આધારિત ટેકનોલોજી ટૂલ છે જે બાંધકામ ની પ્રક્રિયાને ડિજિટાઇઝ કરે છે. હાલ માં ચાલતા પરંપરાગત અપ્રોચ થી દૈનિક પ્લાનિંગ, મટીરિયલ મૂવમેન્ટ્સ, ક્વોલિટી ચેક્સ, પ્લાનિંગ અને શેડ્યૂલિંગ, લેબર રિપોર્ટિંગ ઘણો વધારે સમય લઇ લે છે, અને એક નું એક કામ નું પુનરાવર્તન પણ મોટા ભાગે થાય છે. ‘પ્રોકોસ્ટ’ કન્સ્ટ્રક્શન સાઇટ ટીમના સભ્યો ને એક પ્લેટફોર્મ પર સહયોગ કરવામાં મદદરૂપ નીવડે છે. આ ટૂલ્સ નો ઉપયોગ કરવા માટે https://www.procost.systems/ પર વિઝીટ કરી શકો છો.

આ પણ વાંચોઃ Fatima sana shaikh trending: આમિર ખાન અને કિરણ રાવના ડિવોર્સની ખબર બાદ ટ્રેન્ડ કરી રહી છે આ અભિનેત્રી- વાંચો શું છે કારણ ?