Rain alert

Rain alert: ગુજરાતના ખેડૂતો માટે આગામી 48 કલાક ચિંતાજનક, ભારે પવન સાથે વરસાદની આગાહી- વાંચો વિગત

Rain alert: ગુજરાતમાં 15થી 20 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે

અમદાવાદ, 02 માર્ચઃ Rain alert: ગુજરાતના ખેડૂતો માટે આગામી 48 કલાક ચિંતાજનક છે. આગાહીકાર અંબાલાલ પટેલે ગુજરાતના તમામ વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદની આગાહી કરી છે. ગુજરાતમાં 15થી 20 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે.

image 1

ભારે પવનના લીધે ખેતરમાં ઉભો પાક વળી જવાની અને આંબાના પાક પર પણ અસર થવાની શક્યતા છે. તો વરસાદ પછી ઠંડી પડવાની આશંકા વ્યક્ત કરી છે.

આ પણ વાંચોઃ Gautam gambhir retirement from politics: પૂર્વ ક્રિકેટર ગૌતમ ગંભીરે રાજકારણમાંથી નિવૃત્તિ લેવાની કરી જાહેરાત, ટ્વીટ દ્વારા આપી માહિતી

શિવરાત્રીની આસપાસ ઠંડા પવન ફૂંકાવાની આગાહી કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે 14થી 20 માર્ચ દરમિયાન વાતાવરણમાં ફરીથી પલટો આવી શકે છે. તો 21 માર્ચથી ગરમીમાં વધારો થઈ શકે છે.

Gujarati banner 01
દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો