Azam Cheema Died in Pakistan

Azam Cheema Died in Pakistan : 26/11 ના મુખ્ય ષડયંત્રકારોમાં સામેલ આતંકવાદી આઝમ ચીમાનું પાકિસ્તાનમાં મોત, વાંચો વિગત

Azam Cheema Died in Pakistan : એક પછી એક આતંકીઓના મોત માટે પાકિસ્તાને ભારતને આરોપી ગણાવ્યું

નવી દિલ્હી, 02 માર્ચઃ Azam Cheema Died in Pakistan : આતંકવાદી સંગઠન લશ્કર-એ-તૈયબાના ઈન્ટેલિજન્સ ચીફ આઝમ ચીમાનું પાકિસ્તાનમાં મૃત્યુ થઈ ગયું છે. ફૈસલાબાદમાં હાર્ટ એટેકના કારણે 70 વર્ષની વયે તે મૃત્યુ પામ્યો હોવાનો ખુલાસો થયો છે.

આ પણ વાંચોઃ Rain alert: ગુજરાતના ખેડૂતો માટે આગામી 48 કલાક ચિંતાજનક, ભારે પવન સાથે વરસાદની આગાહી- વાંચો વિગત

નોંધનીય છે કે, તાજેતરમાં જ પાકિસ્તાનમાં લશ્કરના ઘણા આતંકવાદીઓ રહસ્યમય સંજોગોમાં મૃત્યુ પામ્યા હતા, જેના કારણે પાકિસ્તાન અકળાયું હતું. તેણે આ હત્યાઓ પાછળ ભારતનો હાથ હોવાનો આરોપ લગાવ્યો હતો.

ભારતે પાકિસ્તાનના આરોપો અંગે કહ્યું હતું કે અમે આતંકીઓની કોઈ હિટલિસ્ટ તૈયાર નથી કરી અને જો કરી હોત તો હાફિઝ સઈદ અને મૌલાના મસૂદ અઝહરની સાથે ચીમા ટોપ પર હોત. ચીમા 26/11ના મુંબઈ હુમલા અને જુલાઈ 2006માં મુંબઈમાં થયેલા ટ્રેન બોમ્બ ધડાકા તેમજ અન્ય કેટલાક આતંકવાદી હુમલા પાછળના માસ્ટરમાઇન્ડ પૈકી એક હતો. ચીમાનું મૃત્યુ એ વાતની પુષ્ટિ કરે છે કે પાકિસ્તાન આતંકવાદી સંગઠનોનું આશ્રયસ્થાન બની ગયું છે. જો કે પાકિસ્તાન વારંવાર આ વાતને નકારી રહ્યું છે.

Gujarati banner 01
દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો