gautam gambhir

Gautam gambhir retirement from politics: પૂર્વ ક્રિકેટર ગૌતમ ગંભીરે રાજકારણમાંથી નિવૃત્તિ લેવાની કરી જાહેરાત, ટ્વીટ દ્વારા આપી માહિતી

Gautam gambhir retirement from politics: ગૌતમ ગંભીરે લોકસભાની ચૂંટણી લડવાનો ઈન્કાર કરી દીધો

નવી દિલ્હી, 02 માર્ચઃ Gautam gambhir retirement from politics: પૂર્વ ક્રિકેટર ગૌતમ ગંભીરે રાજકારણમાંથી નિવૃત્તિ લેવાની જાહેરાત કરી છે. તેણે પોતે જ લોકસભાની ચૂંટણી લડવાનો ઈન્કાર કરી દીધો છે, જે બાદ ગૌતમ ટિકિટની રેસમાંથી બહાર થઈ ગયા છે. તેણે ટ્વીટ કરીને આ અંગેની માહિતી આપી છે.

ગૌતમ ગંભીરે ટ્વિટ કર્યું, ‘મેં પાર્ટી અધ્યક્ષ જેપી નડ્ડાજીને વિનંતી કરી છે કે તેઓ મને મારી રાજકીય ફરજોમાંથી મુક્ત કરે જેથી હું મારી આગામી ક્રિકેટ પ્રતિબદ્ધતાઓ પર ધ્યાન કેન્દ્રિત કરી શકું. મને લોકોની સેવા કરવાની તક આપવા બદલ હું માનનીય વડાપ્રધાન અને માનનીય ગૃહમંત્રી અમિત શાહનો હૃદયપૂર્વક આભાર માનું છું.

આ પણ વાંચોઃ Exam For Govt job: સરકારી નોકરીની ઇચ્છા છે તો સરકારે 5554 જગ્યાઓ માટેની પરીક્ષાની તારીખ કરી જાહેર- વાંચો વિગત

Gujarati banner 01
દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો